રાજકોટ શહેરમાં અનેક લોકો ગેરકાયદેસર ધુસી ગયા-કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે ચેક પોસ્ટ ઊભી કરી છે. તે માત્ર નામની છે. તેમ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યું હતું. વોર્ડનં.15 ગંજીવાળા મહાકાળી વાળો મેઇન રોડ શેરીનં.2 પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ઉપર અજાણ્યા ચાર થી પાંચ લોકો રાત્રે આવ્યા હોવાની માહિતી મળતા, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને પ્રવીણભાઈ સુરાણી ને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાંથી થોરાળા પોલીસ સ્ટેશન ને ફોન કર્યો બાદ કોર્પોરેટર રૂબરૂ પોલીસને લઇ સ્થળ પર ગયા હતા. ત્યારબાદ ત્યાં કનુભાઈ શીવાભાઈ તથા તેમના પરિવારજનો હાજર હતા. લાંબી રજા બાદ લોકોને ૧૦૮ મંગાવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકો ઘૂસી ગયા હોય તેવો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે.

રિપોર્ટર. દિલીપ પરમાર
રાજકોટ.

Related posts

Leave a Comment