ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “Emerging Opportunities in the Drone Industry” વિષય પર વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

   ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા ‘ડૉક્ટર ડ્રોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.’, અમદાવાદના વિશેષ સહયોગથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે “Emerging Opportunities in the Drone Industry” વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડ્રોન ટેક્નોલોજી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ડ્રોનની ઉપયોગિતા, DGCA દ્વારા માન્ય ડ્રોન પાઇલટ તાલીમ તેમજ આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગાર અને ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship)ની તકોથી માહિતગાર કરવાનો હતો.

વર્કશોપમાં મુખ્ય વક્તા તરીકે ‘ડૉક્ટર ડ્રોન ઇન્ડસ્ટ્રીઝ’ના Quality Manager અને DGCA Certified Drone Master Instructor ડૉ. મિત પટેલ તથા Accountable Manager શ્યામ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડ્રોન ઉદ્યોગના વર્તમાન પ્રવાહો, અદ્યતન ટેક્નોલોજી, કારકિર્દીની તકો અને ઉદ્યોગની જરૂરિયાતો મુજબ કૌશલ્ય વિકાસ (Skill Development) અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બપોરના સત્રમાં ડ્રોનનું Hands-on Demonstration યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ડ્રોનના સંચાલન, ફ્લાઇટ ઓપરેશન અને તેની વિવિધ કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં EC અને EE વિભાગના બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન Training & Placement Officer પ્રોફ. એ. આર. દરજીના માર્ગદર્શન હેઠળ પ્રોફ. એચ. આર. પટેલ અને પ્રોફ. એ. બી. વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રકારના ઉદ્યોગ–શૈક્ષણિક સહયોગ (Industry-Academia Collaboration)થી યોજાતા કાર્યક્રમો વિદ્યાર્થીઓને અદ્યતન ટેક્નોલોજીનું વ્યવહારુ જ્ઞાન આપવાની સાથે રોજગારલક્ષી કૌશલ્ય અને ભાવિ કારકિર્દી ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

Related posts

Leave a Comment