દિયોદર શહેર માં તસ્કરો એ ત્રણ મકાન ને નિશાન બનાવ્યા ઘર સામાન ની ચોરી

 

હિન્દ ન્યૂઝ, દિયોદર

શિયાળા ની શરૂઆત થતા ઠંડી અને પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો એક પછી એક દુકાનો અને ઘરો ને નિશાન બનાવી રહ્યા છે જેના કારણે રહીશો માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી તસ્કરો બેફામ બની એક પછી એક મકાનો અને દુકાનો ને નિશાન બનાવી ચોરી ને અંજામ આપી રહ્યા છે. જેમાં ગત રાત્રી ના સમય પોલીસ ના ચુસ્ત પેટ્રોલિંગ વચ્ચે કોઈ અજાણ્યા ઈસમો દિયોદર ના લક્ષ્મીપુરા વિસ્તાર માં પ્રવેશી ત્રણ મકાનો ને નિશાન બનાવ્યા હતા. જેમાં મકાનો માંથી ગેસ ના બાટલા અને પાણી ભરવાની મોટરો તેમજ એક બાઇક ની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે ઘર માલિકો જાગતા અને ચોરી થઈ હોવાનું સામે આવતા સ્થાનિક રહીશો માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો હતો.

જે બાબતે સ્થાનિક લોકો એ દિયોદર પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી હતી. એક બાજુ દિયોદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ ના દાવા કરવામાં આવે છે, પરંતુ દિન પ્રતિદિન ચોરી ના વધતા જતા બનાવો ને લઈ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે. હજુ દિયોદર બજાર માં મોબાઈલ ની દુકાન માં ચોરી થયાની શાહી સુકાણી પણ નથી ત્યારે વધુ લક્ષ્મીપુરા વિસ્તાર માં ત્રણ મકાનો તસ્કરો ના નિશાન બન્યા છે. જેમાં ઘર સામાન ની ચોરી થતા હવે ઘરો પણ અસલામત હોવાનું દેખાઈ રહું છે.

ગેસ ના બાટલો અને પાણી ની મોટર ખુલ્લી જગ્યા માંથી મળી આવી. ચોરી ના આ બનાવ માં કોઈ જાણભેદુ હોવાનું દેખાઈ રહું છે. જો કે રાત્રી ના સમય કોઈ અજાણ્યા ઈસમો એ ઘર માં પ્રવેશ કરી ગેસ ના બાટલા અને પાણી ની મોટરો ની ઉઠાંતરી કરી હતી. જેમાં તપાસ દરમિયાન ગેસ ના બાટલા અને મોટર ઘર ની થોડા મીટર દૂર મળી આવતા કોઈ જાણભેદુ હોવાનું દેખાઈ રહું છે પરંતુ હજુ બાઇક ન મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment