શહેરા નગરપાલિકા એ જાહેરનામાનો ભંગ કરવા બદલ ૧૭ દુકાનદારો, વેપારીઓ પાસેથી રૂપિયા 17,000 નો દંડ વસુલ કર્યો

શહેરા,

શહેરા નગરપાલિકા દ્વારા તારીખ 7-5-2020 ના રોજ લોકડાઉન અને જાહેરનામાનો અમલ કરાવવા માઇક એનાઉન્સ અને મીડિયા દ્વારા અને જાહેર પત્રિકા દ્વારા જાહેર અપીલ કરી હતી અને વેપારીઓ તથા ગ્રાહકોને અવગત કરવામાં આવેલ હતા. જે સંદર્ભે શહેરા નગરપાલિકા દ્વારા તારીખ 8- 5-2020 સવારે 7.00 કલાકથી 12.00 કલાક સુધીમાં નગરપાલિકાના બજાર વિસ્તારોમાં નગરપાલિકાની ટીમ મામલતદાર,પોલીસ ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર સાથે મળી બજારની મુલાકાત લીધેલી હતી.

જેમા લોકડાઉન નો અને મેં.કલેકટર પંચમહાલ ગોધરાના તારીખ 4-5- 2020 ના જાહેરનામાના ભંગ કરવા બદલ નીચે મુજબના ૧૭ દુકાનદારો, વેપારીઓ પાસેથી રૂપિયા 17,000 નો દંડ વસુલ કરેલ હતો.

રિપોર્ટર : તોફીક અન્સારી, શહેરા

Related posts

Leave a Comment