દાહોદ,
દાહોદમાં આજે કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪ થઇ છે.
કલેક્ટર વિજય ખરાડીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮ કેસ નોંધાયા છે. જે પૈકી ૪ દર્દી કોરોના વાયરસને માત આપી સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આજે નોંધાયેલા કેસમાં મુંબઇ આવેલા ડ્રાઇવરને કોરોના થયો છે. તે જે પ્રવાસીને દાહોદ લઇ આવ્યા એમને કોરોના લાગુ પડ્યા બાદ ડ્રાઇવરને સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યાે હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડી દેવામાં આવેલ છે.
રીપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ