ગઢડા તાલુકાના ઢસા વિશી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખાસ સુચના આપવામાં આવી આવી

ગઢડા,

ગઢડા તાલુકાના ઢસા વિશી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ કટારીયા, યુસુફભાઈ આકબાણી, શાંતિભાઈ મેર, કમલેશભાઈ ગઢવી તેમજ મંત્રી હરદિપભાઈ એન.પરમાર તેમજ ઢસા વિશી ગ્રામ પંચાયત તથા સભ્યોએ નીચે મુજબ અપીલ કરેલ છે, કે કોરોના મહામારીથી બચવુ એક જ ઉપાય છે, લોકડાઉન નું પાલન કરવું તેમજ સોસિયલ ડિસ્ટન્સનુ પાલન કરવુ. ઘરે બનાવેલ માસ્ક અવશ્ય પહેરવું , રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા આરોગય મંતરાલયની સુચનાનુ પાલન કરવુ. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને બીજાને પણ ડાઉનલોડ કરાવો. ડોક્ટર , નર્સ , સફાઈ કર્મચારી , પોલીસ જેવા કોરોના યોધ્ધાઓનું સન્માન કરવું. ઘરમાં વડીલો, વૃધ્ધ  વ્યક્તિનું ધ્યાન રાખવું. ઘરમા રહો, સુરક્ષિત રહો, સોસિયલ ડિસ્ટન્સનુ પાલન કરો, હાથને વારંવાર સેનેટાઈઝ અથવા સાબુ થી ધોવા વિગેરે જેવ સૂચનો આપવામાં આવ્યા

રિપોર્ટર : આસીફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment