જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે કર્મયોગીઓએ વિકસિત ભારત પ્રતિજ્ઞા લીધી

હિન્દ ન્યુઝ, જામનગર

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજયભરમાં આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર ગ્રામ્ય મામલતદાર સહિતના કર્મયોગીઓએ વિકસિત ભારત અંગે પ્રતિજ્ઞા લીધી હતી

Related posts

Leave a Comment