હિન્દ ન્યુઝ, જામનગર
જોડિયા તાલુકાના કેશિયા ગામની પ્રાથમિક શાળામાં ધ્રોલ મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલેના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નાગરિકો દ્વારા રજૂ કરાયેલ રાજ્ય સરકારની વિવિધ સેવાઓની 1,547 જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરી અરજદારોને સ્થળ પર જ લાભો એનાયત કરવામાં આવ્યા હતા.સેવાસેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, જોડિયા જિલ્લા પંચાયત સભ્ય તથા સરપંચશ્રીઓ, મામલતદાર જોડિયા, તાલુકા વિકાસ અધિકારી જોડિયા તથા સંલગ્ન વિભાગોના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.