હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્ત્રે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)ના ગાંધીનગર ખાતે નવનિર્મિત કેમ્પસ તથા અમદાવાદ ખાતેની નવીન ઓફિસર્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં ઉજવાઈ રહેલ ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત કરવામાં આવેલ આ લોકાર્પણના અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનએ સ્વરાજ પછી સુરાજ્યની દિશા આપીને સરકારી વહીવટને અસરકારી બનાવવાની પ્રેરણા આપી છે. તેમણે આધુનિક સિવિલ સર્વિસના આર્કિટેક સરદાર વલ્લભભાઈ પટેલના ઉલ્લેખ સાથે સરકારના કર્મયોગીઓ જનહિતનાં કામો નિષ્ઠાથી નિભાવીને ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’નાં લક્ષ્યને સિદ્ધ કરવામાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.