હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના ખેડૂતો માટે અનેક અવનવી યોજનાઓ, ટેકનિકલ નાણાકીય સહાય તથા સેમિનારો તથા તાલીમ વર્ગોનું આયોજન કરતી હોય છે. જે અંતર્ગત એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોની નોંધણી કરવામાં આવનાર છે. જેની શરૂઆત ૧૫ ઓક્ટોબરથી થઇ ગઈ છે.
ભારત સરકારે પી.એમ. કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇ.ડી.ની નોંધણી ફરજિયાત કરેલ છે. જેની નોંધણી ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાનના લાભાર્થીઓએ કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં તેમજ ખેડૂતો જાતે પણ આ નોંધણી કરી શકશે.
રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇ.ડી.ની નોંધણી કરવી ફરજિયાત છે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. વધુ માહિતી માટે તાલુકાનાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જે તે ગામના તલાટી કમ મંત્રી, ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા ખેતિવાડી અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.