હિન્દ ન્યુઝ, જસદણ
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત ગૌરવ યાત્રા ચોટીલા થી કુતિયાણા સુધી યોજવામાં આવેલા ત્યારે ગૌરવ યાત્રા જસદણ પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ જસદણ જૂના માર્કેટીંગ યાર્ડમાં સભા યોજવામાં આવેલા જેમાં હજારોની સંખ્યામા કાર્યકરો ઉસ્તાભેર જોડાયા હતા આ ગૌરવ યાત્રા ની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભારતભાઈ બોઘરા, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા,સાંસદ મોહનભાઈ કુંડારિયા જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ,જસદણ નગરપાલિકાના સદસ્ય, જસદણ વીછીયાના તમામ મંડળના હોદેદારો કાર્યકરો ગૌરવ યાત્રામાં જોડાયા હતા
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ