આજરોજ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશેઆજરોજ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના એક લાખ વીસ હજાર PMJAY-MA કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ 

તાજેતરમાં જિલ્લામાં નોંધણી થયેલા એક લાખ વીસ હજાર લાભાર્થીઓના PMJAY-MA PVC કાર્ડનું રાજયના તમામ તાલુકાઓ સાથે કચ્છ જિલ્લાના દસ તાલુકા મથકોથી વિતરણ કાર્યક્રમનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ થનાર છે.

આ કાર્યક્રમમાં ભાગરૂપે કચ્છ જિલ્લા સ્તરનો કાર્યક્રમ ટાઉનહોલ ભુજ મધ્યે આજે તા.૧૭/૧૦/૨૦૨૨ના રોજ બપોરે ૨.૪૫ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાજિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારાઅંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીરઅબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજામાંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીરાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન અરેઠીયાભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરતાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે. દરેક તાલુકા મથકે સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

શુભારંભ બાદ એજ દિવસથી શરૂ કરી આગામી ત્રણ દિવસમાં આ તમામ કાર્ડનું ગામેગામ વિતરણ માટેનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્ડ મેળવવા લાભાર્થીએ પોતાનું બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવવું જરૂરી છે. લાભાર્થી દ્વારા જે તે સ્થળેથી કાર્ડની એન્ટ્રી કરાવવામાં આવેલ હોય તેવા સરકારી આરોગ્ય કેન્દ્રોયોજના સાથે જોડાયેલ હોસ્પિટલકોમન સર્વિસ સેન્ટર્સઈ-ગ્રામ કેન્દ્રો કે તાલુકા આરોગ્ય કચેરીના કેન્દ્ર ખાતે સંપર્ક કરી જરૂરી બાયોમેટ્રીક થમ્બ વેરીફીકેશન કે મોબાઈલ ઓટીપી વેરીફીકેશન કરાવી આ કાર્ડ મેળવી યોજના અંતર્ગત મળતા વાર્ષિક પ લાખની આરોગ્ય સેવાનો લાભ લઈ શકે છે.

આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત કન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકોની આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ સામાન્ય સારવાર માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જે હાલ કચ્છમાં ૫૦૦થી વધુ કેન્દ્ર કાર્યરત છે. જયારે ગંભીર બીમારીની સારવાર માટે અને લોકોના આરોગ્ય પાછળ થનાર ખર્ચમાં ઘટાડો લાવવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવા આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે. યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ સાડા ત્રણ લાખથી વધુ લાભાર્થીઓની નોંધણી થયેલી છે. તમામ લાભાર્થીઓએ પોતાના PMJAY-MA PVC કાર્ડ મેળવી લઈને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભુજ કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment