હિન્દ ન્યૂઝ, જોડીયા,
ગુજરાત સરકાર દ્વારા ખેડૂત ની આવક માં વધારો થાઈ એ અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના, જેથી ખેડૂતના લાભ માટે ખેતર ની ફરતે કંટાળી તાર -હેન્ડ ટુલ્સ કીટ, ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા માટે છત્રી /સેડ કવર પુરા પાડવા વગેરે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સરદાર પટેલ સહભાગી યોજના ના ચેરમેન ભરતભાઈ બોધરા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. યુ. મકવા, જિલ્લા બાગાયત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી જે.એચ.સોરઠીયા, જોડીયા/ધ્રોલ ખેતીવાડી ના અધિકારીઓ, ગ્રામસેવકો, એ.પી.એમ સી. જોડિયા ના ચેરમેન ધરમશીભાઈ ચનીયારા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મૂંગરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, યુવાભાજપ ગુજરાત પ્રદેશકારોબારી સભ્ય હિતેષભાઇ ચનીયારા એ. પી. એમ. સી.જોડિયા. ડાયરેક્ટર ચિરાગ વાંક, રાજુભાઈ તેમજ લાભાર્થીઓ આ કાર્યક્રમ માં હાજરી આપેલ હતી.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા