તા. 16/10/2022 રવિવારના રોજ યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટના કાર્યાલય “વિકલાંગ વિકાસ કેન્દ્ર”, શાળા ન. 55, આનંદનગર બગીચા સામે, નીલકંઠ સિનેમા સામેનો રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 7 સુધી દિવ્યાંગજન અને પરિવારના સભ્યોના પડતી શારીરિક તકલીફોની વિગતો નોંધીને જરૂરી રિપોર્ટ્સ ફ્રી કરાવવા માટેનું કાર્ડ આપવામાં આવેલ હતું.આ કેમ્પમાં 231 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં અપાયેલ કાર્ડ લાભાર્થીઓ સંજીવની હોસ્પિટલ, મવડી ચોકડી ખાતે રજૂ કરી નોંધેલ રિપોર્ટ્સ ફ્રી કરાવી શકશે. આ કેમ્પમાં ડેંગ્યુ-ટાઈફોડ-મલેરિયા જેવા તાવ, સુગર, ડાયાબિટીસ, યુરિન, કોલેસ્ટ્રોલ, વિટામિનની ઉણપ, કેલ્શિયમની ઉણપ, સંધિવા,ચિકનગુનિયા,યુરિક એસિડ,ECG, ESR, કિડની, થાઇરોઇડ જેવા રોગોના ફ્રી રિપોર્ટ્સ માટે કાર્ડ અપાયા હતાં. આ ઉપરાંત માતાઓ અને બહેનો માટે ગર્ભાશયનું દૂરબીનથી ઓપરેશન ,સિઝેરિયન સહિતની ફ્રી ઓપરેશન સહિતની સેવાઓને પણ કાર્ડમાં આવરી લેવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા, નિકુંજભાઈ પંચોલી(પ્રતિનિધિ, ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ), અર્જુનભાઇ ડાંગર, જયવીરસિંહ પરમાર, હરેશભાઇ મૂંગરા, વ્યાસ અમિત, શિયાળ પ્રભા, ચાવડા ચેતના, દવે મયુરી, રાઠોડ મનોજ, દિનેશભાઈ ગાંગાણી, દેવાંગ શેઠ,તેજશભાઈ રાઠોડ, દિનેશ નકુમ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.