હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.તેનો આશય યોગસાધના દ્વારા ડાયાબિટીસના રોગનું નિયમન અને વ્યાપ અટકાવવાનો છે.તેના ભાગરૂપે વડોદરા શહેરી વિસ્તારમાં બે અને પાદરામાં એક એમ ફૂલ ત્રણ યોગ શિબિરો યોજવામાં આવી હતી જેમાં ત્રણસો જેટલા સાધકોએ યોગાભ્યાસ દ્વારા રોગ નિયંત્રણ ની તાલીમ લીધી હતી.આ યોગ શિબિરની આજે પુર્ણાહુતી થઈ હતી.
યોગ બોર્ડના વડોદરા સ્થિત કો ઓર્ડીનેટર મીનાક્ષી પરમાર અને સુનિલ પટેલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ હતી.
ત્રણે સ્થળોએ રાજ્ય યીગ બોર્ડના યોગ કો ઓર્ડીનેટર અને શિક્ષકોએ ઉપસ્થિત લોકોને શિબિર શરૂ થતાં પહેલાં સુગર લેવલ માપ્યુ હતું. રોજે રોજે નિયમિત રીતે પ્રાણાયામ, મંડુકાસન, વકરાસન, અર્ધ મત્સ્યેદ્રાસન, સૂર્યનમસ્કાર મુક્તઆસન, ભુજંગાસન સહિતના આસનો કરાવવામાં આવ્યા હતા. જેને કારણે મોટાભાગના લોકોના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય શારીરિક ફાયદા પણ થયા હતા. તેમણે રાજ્ય યોગ બોર્ડનો આ પ્રકારની શિબિર યોજવામાટે આભાર માન્યો હતો.
અટલાદરા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય કેન્દ્ર ખાતે આયોજિત સમાપન સમારંભમાં અરુણા દીદીએ યોગ સાધનાનો માર્ગ અપનાવવા માટે સાધકોને અભિનંદનની સાથે માર્ગદર્શન આપ્યું હતું.
