આગામી તા.૨૪ મે સુધી જામનગર જીલ્લાનો સમગ્ર વિસ્તાર “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર

હિન્દ ન્યુઝ, જામનગર

  જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલા અન્વયે ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિત ઉભી થયેલ હોય તેવા સંજોગોમાં જામનગર જિલ્લામાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા અગત્યની છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે.

જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-૧૫૪ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેક ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી ટેક ઝોનમાં ૧૧૨ તથા ચેલો ઝોનમાં ૪૨ ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આ વિસ્તારોની આસપાસ ડ્રોન ઉડાડી સંવેદનશીલ જગ્યાઓની ફોટોગ્રાફી/વીડીયોગ્રાફી કરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓ રહેલી છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ એટલે કે જિલ્લાના કોઈ પણ સ્થળે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૨૪-૦૫-૨૦૨૫ સુધી જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment