હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ, કણકોટ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs) અને નેટ ઝીરો રેડીનેસ અને વિકસિત ભારત’ અંગે વર્કશોપ આઈ.આઇ.ટી., ગોવાના પ્રોફેસર (રીટાયર્ડ આઇ.એ.એસ.) સુદીપ કે. નાયકની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સુદીપ કે. નાયકે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની એમ.એસ.એમ.ઈ. ઈકો સપોર્ટ સિસ્ટમ ખુબ જ મહત્વની છે. સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરનું સાંથી મોટુ એમ.એસ.એમ.ઈ. સેક્ટર રાજકોટ છે. નેટ ઝીરો પોલીસી જેટલી ઝડપથી એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં અમલી બનશે તેટલી ઝડપથી કાર્બન ન્યુટ્રાલીટી ઘટાડી શકાશે. કોઈપણ વસ્તુને રી-યુઝ અને રી-સાયકલ કરવાથી તેની કાર્બન ફુટપ્રિન્ટ ઓછી થાય છે. આનાથી દેશની અર્થવ્યવસ્થા મજબુત બનશે. રાજકોટનું એમ.એસ.એમ.ઈ. સેક્ટર નવી ટેકનોલોજી અપનાવવામાં અને ગ્રીન ફાઈનાન્સ મેળવવામાં અગ્રેસર છે. આમાંથી અન્ય લોકોમાંથી પ્રેરણા લઈને એમ.એસ.એમ.ઈ. ઈકો સપોર્ટ સિસ્ટમને મજબુત કરીને શક્ય એટલી ઝડપે નેટ ઝીરો પોલીસીને અમલમાં મુકીને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઇએ.