સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા 

     સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડૉ. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. 

    આ બેઠકમાં રોડ રસ્તા,ગામતરમાં પ્લોટ ફાળવણી, ટ્રાફિકની સમસ્યા, સણદ, તળાવમાં પાણી ભરવા બાબત, વીજ લાઇનની કામગીરી,જમીન અંગે, કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીઓ દ્રારા રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.

     જિલ્લા કલેક્ટર ડૉ. રતન કંવર ગઢવી ચારણે  અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસુલાત અંગે જણાવ્યું હતું. 

       આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈય, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા,હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલા,જીલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ,નિવાસી અધિક કલેકટર કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, તમામ પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment