વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે ‘પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ’ વિષય પર સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ 

     દર વર્ષે તા.૧૬મી નવેમ્બરને રાષ્ટ્રિય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આજરોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ સંદીપસિંઘની અધ્યક્ષતા હેઠળ ધારાસભા હૉલ ખાતે ‘પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ’ વિષય પર પ્રેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય વક્તા સંદિપ સિંઘે ઉપસ્થિત પત્રકાર ગણ ને સંબોધન કરતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૪માં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ‘પ્રેસના બદલાતા સ્વરૂપ ‘ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેશમાં પત્રકારોની સ્વતંત્રતા સાથે જવાબદારી અને જવાબદેહિતા બન્નેમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ પત્રકારોને પક્ષપાત અને પૂર્વગ્રહથી મુક્ત પત્રકારત્વ કરવા માટે અપીલ કરી હતી.

વધુમાં ઉમેરતા સંદીપસિંઘે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાપન, જિલ્લાના વહીવટમાં તથા લોકોમાં મંતવ્યો બનાવવામાં પત્રકાર મિત્રો ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મને ફરજના તમામ સ્થળોએ મીડિયાનો સહયોગ મળ્યો છે અને ઘણાં કેસો ઉકેલવામાં મિડીયાનો સહયોગ ઉપયોગી બન્યો છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરાએ ભારતીય સ્વતંત્રતા ચળવળ ની સફળતામાં કલમ ના યોગદાનને નિર્ણાયક ગણાવતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી થી લઈને સ્વતંત્રતાની લડાઈના મોટાભાગના પ્રમુખ સેનાનીઓએ કલમનો આ લડાઇમાં હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને કોઈને કોઈ પ્રકાશન સાથે સંકળાયેલા રહ્યાં.

Related posts

Leave a Comment