દીવ ખાતે ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ યોજાયો….

દીવ નાં મેયરશ્રી હેમલતાબેન સોલંકી અને શ્રી જવાહરભાઈ ચાવડા નાં અધ્યક્ષતા માં ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ યોજાયો..

હિન્દ ન્યૂઝ, દીવ

સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતી અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા ગત તા. ૨૭ જુલાઈ નાં રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દીવના મેયરશ્રી હેમલતાબેન સોલંકી અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાનો એવા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા કારોબારી સભ્ય અને સેંટ ગાર્ગી સ્કુલ ના સંસ્થાપક આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા, સુભાષ એકેડમી નાં સંચાલક અને જવાહરભાઈ ચાવડા નાં ધર્મ પત્ની શ્રીમતી મીતાબેન ચાવડા, દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફાઉન્ડેશન નાં ચેરમેનશ્રી નિરંકર એન.તિવારી, એહવાલ ન્યુઝ નાં તંત્રીશ્રી અને સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પરમાર, જીતુભાઈ સોમપુરા ની ઉપસ્થિતિ માં ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ, મુખ્ય મહેમાનો, પત્રકારો અને અન્ય મહેમાનો નો સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નાં સંસ્થાપક ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. શ્રી જવાહરભાઈ ચાવડા ને સંસ્થાપક ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા પુષ્પ ગુચ્છ તેમજ સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરવામાં આવ્યું, મેયરશ્રી હેમલતાબેન સોલંકી નું ડૉ. સીમાબેન પટેલ તથા શ્રીમતી રમાબેન હેરભા દ્વારા પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી જવાહરભાઈ ચાવડા ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી એવોર્ડ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું.

દીવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દેશભરના ૪૦ જેટલા પત્રકારોનું ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાજપના હાલ વરણી થયેલ દીવ નાં મેયરશ્રી હેમલતાબેન સોલંકી અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હાલના માણાવદરના ધારાસભ્યશ્રી જવારભાઈ ચાવડા આ એવોર્ડ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી તેઓ નાં વરદ હસ્તે પત્રકારોને ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ થી સન્માનિત કર્યા હતા.

દીવ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૨ નાં આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા કારોબારી સભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના મોટાબેન અને રાજકોટ સેંટ ગાર્ગી સ્કૂલના સંસ્થાપક પ્રિન્સિપલ એવા શ્રીમતી રમાબેન હેરભા, ભાજપ ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને દ્વારકા જામનગરના પ્રભારી શ્રી સુરેશભાઈ પરમાર ની રહભરી હેઠળ આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા યોજાયેલ ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ ના આ ભવ્ય કાર્યક્રમમાં શ્રીમતી રમાબેન હેરભા ને તેઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓના પગલે સારા એસોસિએશન દ્વારા “સારા ઇન્ટરનેશનલ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ૫૦૦ થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ સંસ્થાઓ દ્વારા સન્માનિત થયેલ દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફાઉન્ડેશન નાં સંસ્થાપક ચેરમેન ડૉ.નિરંકર એન.તિવારી ને પણ તેઓ દ્વારા કરવામાં આવતી સેવાકિય પ્રવૃત્તિઓના પગલે ‘સારા ઇન્ટરનેશનલ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નાં સંસ્થાપક ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા દીવ ખાતે યોજાયેલ ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ’ માં ખાસ આમંત્રણને માન આપી કાર્યક્રમમાં પધારેલ મુખ્ય અતિથિ વિશેષ એવા દીવના મેયરશ્રી હેમલતાબેન સોલંકી, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને મુખ્ય અતિથિ એવા દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફાઉન્ડેશન નાં સંસ્થાપક એન.એન.તિવારી, શ્રી જવાહરભાઇ ચાવડાના ધર્મપત્ની મીતાબેન ચાવડા અને આ કાર્યક્રમ ને રાહબરી કરનાર શ્રીમતી રમાબેન હેરભા, શ્રી સુરેશભાઈ પરમાર અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવનાર સારા એસોસિએશનના પદાધિકારીઓ એવા ડેનિશભાઈ હડવાણી, ધર્મેશભાઈ રામોલિયા, મિતેશભાઇ ખોલિયા, યશભાઇ રામોલિયા અને આ કાર્યક્ર્મ માં અન્ય રાજ્યો માંથી પધારેલ સર્વ પત્રકારો, મહેમાનો નો ડૉ.સીમાબેન પટેલે અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment