ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટીના દ્રારા શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર ૯ શ્રી દેશળ ભગત ની જગ્યા ખાતે ટીફીન બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર ખાતે માનનીય શ્રી આઇ કે જાડેજા દ્વારા સૌપ્રથમ વખત ટીફીન બેઠક ની શરૂઆત કરવામાં આવી હતી જેની નોંધ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા લેવાયેલ ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટી દ્રારા શહેરના વોર્ડ નં 9 દેશળ ભગતની જગ્યા ખાતે ટીફીન બેઠક યોજાઇ હતી. આ ટીફીન બેઠક માં ભારતીય જનતા પાર્ટીના ધ્રાંગધ્રા શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા ના હોદેદારો, વોર્ડના સુધરાઈ સભ્યો, સંગઠન ના તમામ હોદેદારો,વોર્ડ ના પ્રભારીઓ, ઇન્ચાર્જ, પેજ સમિતિ ના પ્રમુખો, બૂથ સમિતિ ના પ્રમુખો, સિનિયર આગેવાનો, પૂર્વ નગરપાલિકા હોદેદારો, દરેક મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment