ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમ માંથી જુગાર રમતા ૬ સખ્સોને રુ ૧,૪૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ડીવાયએસપી જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પ્રોબેશનલ એ.એસ.પી સીવમ વર્મા, PI ટી.બી હીરાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી મીઠાપરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે‌.આર પીપળીયા, સુરેશભાઈ મોહનભાઈ, મંગીલાલ પઢીયાર તથા અજયસિંહ સહીત સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામની સીમ માં ચીકીવાડી ની પાસે આવેલ વાડીના સેઢા પાસે ગંજીપાનાનો જુગાર રમતા સમરતભાઈ ભુપતભાઈ , બળદેવભાઈ ભવાનભાઈ, શક્તિસિંહ બળવંતસિંહ, પ્રવિણભાઇ નટુભાઈ અને હિંમત ભાઈ નાગરભાઈ નામના તમામ‌ ૬ વ્યક્તિઓને જુગાર રમતા રોકડ રકમ રુ ૬૪.૨૦૦ તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૨૫,૫૦૦/- તથા મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧,૪૯,૭૦૦/- મુદ્દામાલ સાથે ૬ વ્યક્તિઓને પકડી ધોરણસરની કાર્યવાહી ધ્રાગધા તાલુકા પોલીસ દ્રારા કરવામાં આવી

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment