જોડીયા પંથકમાં અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની આગેવાનો સાથે મુલાકાત લેતા જિલ્લા પંચાયત ના પ્રમુખ અને સદસ્યો…

જોડીયા,

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પંથકમા આણદા, લખતર, ભાદરા, કુનડ,  બાદનપર, જોડિયા, સહિતના ગામોની અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લા માં થયેલ ભારે વરસાદ ના કારણે ઉંડ-2 ડેમ માં વિપુલ માત્રા માં પાણી આવવા થી ડેમ ઓવર ફ્લો થતા અને ઉંડ-2 ડેમ માંથી પાણી છોડવા માં આવતા ડેમ ના નીચાણવાળા વિસ્તાર માં આવતા ગામો આણંદા, લખતર, ભાદરા કુનડ, બાદનપર, જોડીયા ગામના ખેડૂતો ની જમીન ના થયેલ ધોવાણ અને વાવેલ પાક ને થયેલ વ્યાપક નુકસાન અંગે નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

આ મુલાકાત વખતે જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ નયનાબેન પ્રવીણભાઈ માધાણી, ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ, જિલ્લા પંચાયત ચેરમેન એસ એસ ખયાર,  જિલ્લા પંચાયત સદસ્ય માલતીબેન સંજયભાઈ ભાલોડીયા, કરણદેવ સિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ પરમાર, કાનજીભાઈ બથવાર, બીજલભાઈ ખીમાણીયા, અશોકભાઈ વર્મા, બાવલાભાઇ નોતિયાર,

હજીભાઈ બારેયા, તૈયબ ભાઈ નાગિયા, અમરશીભાઇ નંદાસણ, ઠાકરશી ભાઈ, ભરતભાઈ ચણિયારા, લખતર સરપંચ ભરતભાઇ દલસાનિયા, આનદા ઘનસ્યામભાઇ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન ધ્રોલ. નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ જામનગર, ટી ડી ઓ જોડિયા તેમજ મોટી સંખ્યા માં ખેડૂતો સાથે રહ્યા હતા.

રિપોર્ટર : શરદ રાવલ,  હડિયાણા

Related posts

Leave a Comment