જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

કલેક્ટરએ જિલ્લાનાં નાગરિકોને સ્વછતા અભિયાનમાં જોડાઈ સમૂહ સ્વચ્છતામાં ભાગીદારી નોંધાવવા તેમજ વિવિધ દિવસો નક્કી કરી જીઆઇડીસી, શૈક્ષણિક સંસ્થાઓ ઓફિસો, ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર સહિતની સ્વચ્છતા કરવાં જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા કક્ષા તેમજ તાલુકાના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રથી નજીકના વિસ્તારમાં જઈ અને સ્વચ્છતા માટે સમય આપવા આયોજન કરવા સૂચના આપી હતી અને સ્વચ્છતા અભિયાનને ઝૂંબેશ રૂપે હાથ ધરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. 

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણીએ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા હેઠળ ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને અને ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ નગરપાલિકા વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, ઊના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment