ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેતાં સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ કલ્યાણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ કલ્યાણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાથે જ સોમનાથ ભરતી નિયંત્રણ યોજના અને કમલેશ્વર ડેમ (હિરણ એક) તેમજ સોમનાથ સરોવરની મુલાકાત લીધી હતી.

અધિક સચિવએ સોમનાથ સરોવરનું ડિસલ્ટીંગ તથા તળાવને સુદ્રઢ બનાવવા અને સોમનાથ સરોવરના પાણી આવક સ્ત્રોત સુદ્રઢ કરવા તથા વોટર-વે ના આયોજન અને સરોવર આસપાસ વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે આયોજનલક્ષી ચકાસણી કરી હતી.

સોમનાથ સરોવરના અંદાજિત રૂ ૨૦૦ કરોડના પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે ક્ષેત્રિય અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ સરોવરની આસપાસ ચિલ્ડ્રન પ્લે એરીયા, બોટીંગ ડેક, ફાઉન્ટેન શો વગેરે જેવી જુદી જુદી પ્રકારની સુવિધાઓ વિકસાવવા માટેના કામોનું આયોજન હાથ ધરાયું હતું.

 મુખ્ય ઇજનેર અને અધિક સચિવએ (સૌરાષ્ટ્ર) તળાવની રમણિયતા વધે તે અંગે તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું. તેમની આ મુલાકાત દરમિયાન એ.પી.કળસરિયા અને નાયબ કાર્યપાલક ઈજનેર આર.કે.સામાણી હાજર રહ્યાં હતાં.

Related posts

Leave a Comment