યુની. રોડ પ્રશીલ ગેઇટની સામે આવેલ ઝુપડપટ્ટીમાંથી ખોવાય ગયેલ બાળકને ગણતરીની મીનીટોમાં શોધી કાઢી પરીવાર સાથે મિલન કરાવતી રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર (યની.) પોલીસ સ્ટેશન ટીમ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

            તા.૧૨/૦૩/૨૦૨૧ ના કલાક ૨૧/૦૭ વાગ્યે પોલીસ કન્ટ્રોલરૂમથી પી.સી.આર. નં.૧૯ નાઓને કોલ મળેલ કે, યુની. રોડ પ્રશીલ ગેઇટની સામે આવે ઝુપડપટ્ટીમાં રહેતા સંતોષભાઇ મોહનીયા નાઓને રૂબરૂ જઇ મળો એમ કોલ મળતા તુર્તજ પી.સી.આર. પહોંચેલ અને સંતોષભાઇ મોહનીયાઓને મળેલ હોય જેઓએ જણાવેલ કે, પોતાનો સાત વર્ષનો દિકરો સાંજના સાતેક વાગ્યાથી ખોવાય જતા મળી આવતો નથી. જેથી અમોને આ બનાવ બાબતે જાણ કરેલ. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરા (પશ્ચિમ વિભાગ) નાઓએ ખોવાયેલ ગયેલ બાળકને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી અમોના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા તથા ડી સ્ટાફના માણસો તાત્કાલીક પ્રશીલ ગેઇટ જઇ અલગ અલગ ટીમો બનાવી ખોવાયેલ બાળકને શોધવા આસપાસ ના વિસ્તારમાં તપાસ હોય અને ખોવાયેલ બાળકને શોધી કાઢી તેમના પરીવાર સાથે મિલાપ કરાવેલ. જેથી પોલીસની ત્વરીત કામગીરીથી ઝુપડપટ્ટીના માણસોએ પોલીસનો આભાર માનેલ. આમ પોલીસ પ્રજાની મિત્ર હોય જે સુત્ર સાર્થક થયેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ અમો પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, મહેન્દ્રસિંહ કે.ડોડીયા, યુવરાજસિંહ આર.ઝાલા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહીલ, અલ્પેશભાઇ અવાડીયા ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે. રાજકોટ શહેર નાઓ કામગીરીમાં રોકાયલ હતા.

રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment