ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામો અંગેની સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

         ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામો અંગે એક સમીક્ષા બેઠક ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી. બેઠકમાં થયેલી સમીક્ષામાં ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણીના પરિણામો યોગ્ય ના હોવા છતાં કાર્યકરોએ મક્કમતા પૂર્વક લડત આપી હતી. જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વીવીપેટ થી લડાઈ હતી. પરંતુ તાલુકા/જિલ્લા પંચાયતમાં. વીવીપેટ નહી મુકવા માં આવતા પરિણામો સામે શંકા વ્યક્ત કરવામાં આવી તથા આવનાર ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર થી ચૂંટણી યોજવા માંગણી સાથે EVM હટાવવાની પ્રબળ માંગણી કરી છે.  EVM ને કારણે શંકા ઉપજાવે એવા પરીણામો આવ્યા છે. જેથી કોંગ્રેસ પક્ષ EVM નો વિરોધ કરે છે. કોંગ્રેસ પક્ષ મોંઘ વારી બાબત હવે પછી આંદોલનો કરશે. આ પ્રસંગે રામસિંહભાઈ, નટવરભાઈ, અજીતભાઈ, હિતેશભાઈ, જયંતિભાઈ વગેરે કાર્યકરોએ હાજર રહી મારગદર્શન આપ્યું હતું.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment