શિહોરી ખાતે પુણ્યતિથિ નિમિત્તે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, કાંકરેજ

          બનાસકાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પૂર્ણ્યતિથી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કોતરવાડિયા પરિવાર ના મોભી શ્રી સ્વ. ઠાકોર રવાજી રૂપાજી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજન સાથે સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદરડી ના આચાર્ય ગોવિંદજી ઠાકોર અને બલોચપુર ના મફાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રોતા ગણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કોતરવાડિયા રવાજી રુપાજી સ્વર્ગવાસ તારીખ..૧૨/૦૩/૨૦૧૯, ને ફાગણ સુદ ૬ ને મંગળવારે દેવલોક પામ્યા હતા, ત્યારે હવે કોતરવાડીયા પરિવાર ના રમેશજી રવાજી તેમના સુપુત્ર અને હેમજીજી બંને ભાઈ તેમજ સમગ્ર કુટુંબ સાથે દર વર્ષે એમના પિતાશ્રી ની તિથિ નિમિતે ભજન ભોજન અને સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તબલાં વાદક મીર સાંપ્રા, બેન્જો સદુભા સુહાની બીટ્સ આકોલી તેમજ સમગ્ર લોકોને ભજન અને સંગીત ની રેલમ છેલ કરીને સમગ્ર વાતાવણમાં ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારે સંતો દ્વારા વ્યસન મુક્તિ માટે અને ધર્મ વિશે આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં જનની જણ તો ત્રણ જણને કાં ભક્ત દાતાર કે સુરવીર નહિતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર… પરમાર્થ કરો પૂર્ણય કરો પણ ફળ ની આશા ન રાખો કારણ ભગવાન શ્રી દરેક જગ્યાએ કણ કણમાં વસે છે, હરિના નામ હજાર ક્યા નામે લખવી કંકોત્રી, આમ સ્વર્ગીય આત્મા ની તિથિ નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ લઈ સૌ કોઈ એ ધન્યતા અનુભવી હતી. જેમાં આરતી, ગુરૂપૂજન, થાળ ભરીને કુમ કુમ્ ચોખા થી સંતો મહંતો ને વધાવી કોતરવાડિયા પરિવાર દ્વારા સુંદર રીતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment