રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધાર ૨૫ વારીયા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક ક્લીનક ચલાવતો નીપુ કુમોદરંજન મલીક (ઉં.43) ને ઝડપી પાડ્યો હતો. આરોપી નીપુ કુમોદરંજન મલીક કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે આરોપી નીપુ મલીકને ઝડપી પાડી જુદા-જુદા સાધનો, દવાઓ, ઈન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા સહિત કુલ.૧૦ હજાર ૨૫૭ રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.