ભાવનગરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન અનેકવિધ યોજનાકીય લાભો નાગરિકોને મળી રહ્યા છે. ભાવનગરના નાગરિકોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને વધાવી લીધી હતી. ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારમાં ઘરઆંગણે આવી રહેલા આ રથ મારફતે નાગરિકો વિવિધ બાબતોથી માહિતગાર થઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે. વિવિધ પ્રકારની યોજનાઓના સ્ટોલ મારફત લોકો સીધા જ લાભ મેળવી રહ્યા છે તો નાગરિકો અનેક યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.  

સવારે ઉત્તર સરદારનગરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કાર્યક્રમ ડો. હેગડેવાર પ્રાથમિક શાળા નં-૭૨ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બપોરે દક્ષિણ સરદારનગર ખાતે પ્રાથમિક શાળા નં-૭૩ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવોએ યોજનાકીય લાભો અને રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા વિશે જણાવ્યું હતુ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વડાપ્રધાનનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. 

ડો. હેગડેવાર પ્રાથમિક શાળા નં-૭૨ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.    

Related posts

Leave a Comment