સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શહેરના વિવિધ સ્થળોએ જાહેર ટોઈલેટની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત રાજકોટ શહેરની સ્વચ્છતા વિષયક કામગીરી અને આનુસાંગિક વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ ૧૫/૧૦/૨૦૨૩ થી ૧૬/૧૨/૨૦૨૩ સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શહેરના વિવિધ જાહેર ટોઈલેટની મુલાકાત લીધી હતી.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ઇન્દિરા સર્કલ ટોઈલેટ, કે.કે.વી ચોક ટોઈલેટ, લક્ષ્મીનગર હોકર્સ ઝોન ખાતે આવેલ ટોઈલેટ, રેસકોર્ષ રીંગ રોડ પર ઇન્કમટેક્ષ ઓફીસ સામે ટોઈલેટ, રેસકોર્ષ રીંગ રોડ પર ફન વર્લ્ડ પાસે આવેલ ટોયલેટ વગેરે ટોઇલેટની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ ટોઈલેટ બિલ્ડીંગને થીમ બેઇઝ કલર કરાવવો, ટોઈલેટ બહાર ફૂલ છોડના કુંડા મુકવા, નવા પેઇન્ટિંગ દોરવા, ટોઈલેટ સાફ સફાઈ તથા પ્રોપર હાઈજીન જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકરી ને સૂચના આપી હતી.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર અનીલ ધામેલીયા, સીટી એન્જીનયર એચ. યુ. ડોઢીયા તથા એચ. એમ. કોટક, પાર્ક એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર એલ.જે. ચોહાણ, પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર ડી. યુ. તુવર હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment