એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૮/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૮ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ 

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે.  

ક્રમ નં. તારીખ પકડેલ પશુઓની સંખ્યા

૧. ૨૩-૧૧-૨૦૨૩ ૩૯ પશુઓ

૨. ૨૪-૧૧-૨૦૨૩ ૪૪ પશુઓ

૩. ૨૫-૧૧-૨૦૨૩ ૪૮ પશુઓ 

૪. ૨૬-૧૧-૨૦૨૩ ૨૪ પશુઓ 

૫. ૨૭-૧૧-૨૦૨૩ ૩૧ પશુઓ 

૬. ૨૮-૧૧-૨૦૨૩ ૩૨ પશુઓ 

રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા પશુઓ નીચેના વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે. 

રાજકોટ શહેરના રૈયાનાકા ટાવર, રામનાથપરા, લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલ. મેઈન રોડ, મવડી મેઈન રોડ, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, સંતકબીર રોડ, ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, ભીડ ભંજન સોસાયટી મેઈન રોડ, નાણાવટી ચોક રોડ, આર.એમ.સી. ક્વાર્ટર, સેટેલાઈટ ચોક, શ્રીરામ સોસાયટી, કોઠારીયા ગામ, સાંઈબાબા સર્કલ, રણુજા મંદિર પાસે, ગુલાબનગર, મેંગો માર્કેટ પાછળ, પટેલપાર્ક, હરસિધ્ધી સોસાયટી, શિતળા રોડ, વાવડી ગામ, નાળોદાનગર, શાસ્ત્રીનગર, મનહરપુર, રસુલપરા, રેલનગર ફાટક, નવદુર્ગા સોસાયટી પાસે, ગોકુલનગર શેરી નં.૩, ધરાહર માર્કેટ, કોઠારીયા ઈશ્વરીયાપાર્ક, કોઠારીયા સિલ્વરપાર્ક, કોઠારીયા નંદાહોલ, ન્યુ વિજયનગર ગેઈટ સામે, ભાવનગર રોડ, બેડીપરા, જામનગર મેઈન રોડ, બજરંગવાડીની સામે, રેલ્વે કોલોની ગેઈટ પાસે, ઉગતા પોરની મેલડીમાં પાસેથી, મચ્છોમાના મંદિર પાછળ, ચામુંડા સોસાયટી, રોહિદાસપરા, કુવાડવા રોડ, જુની કલેક્ટર ઓફિસ, ભુમેશ્વરી સોસાયટી, સહકાર રોડ, હરીધવા મેઈન રોડ, માંડા ડુંગર, પ્રદ્યુમનપાર્ક, અવધ ચોક, જય જવાન જય કિશાન, જ્યોતિનગર, થોરાળા, નવી કોર્ટની સામે, પચ્ચીસ વારીયા ઘંટેશ્વર, રોણકી મેઈન રોડ, શિવધારા, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, ન્યુ બાલમુકુન્દ સોસાયટી, મારવાડીવાસ, ભારતીનગર, ગૌતમનગર, ખોડીયારપરા, પ્રગતિ સોસાયટી, રૈયાધાર એનિમલ હોસ્ટેલ પાસે, મારૂતિનગર ૮૦ ફૂટ રોડ, શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી, હિંગળાજનગર, અમીન માર્ગ, જયપ્રકાશનગર, ઘાંચીવાડ, સહકાર મેઈન રોડ, બેડીપરા, ભગવતીપરા, દુધની ડેરી પાછળ, કનકનગર મેઈન રોડ, ગાયત્રીપાર્ક, શ્રમજીવી સોસાયટી, યુનીવર્સીટી રોડ, પ્રેમ મંદિર પાસે, કાલાવાડ રોડ, જર્ડુસ હોટલથી આગળ, જીથરીયા પીરની દર્ગા, ગાંધીગ્રામ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૧૮ પશુઓ પકડવામાં આવેલ છે.

• શહેરમાં પશુઓ રાખવા માટે પરમીટ/લાયસન્સ પશુપાલકે મેળવી લેવાનું રહેશે. પરમીટ/લાયસન્સ ધારક પશુપાલકો તેઓનાં પશુઓ પરમીટ/લાયસન્સ વાળી જગ્યામાં રાખી શકશે.

• RFID ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ/પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકતા નથી. આવા પશુઓ જપ્ત કરી ઢોર ડબ્બે પુરવામાં આવશે.

• પશુપાલકો પોતાની જગ્યાની બહાર પશુઓ કાઢી શકતા નથી/રાખી શકતા નથી.

• પશુઓને શહેરી વિસ્તારમાં ચરીયાણ માટે કાઢી શકતા નથી કે બહાર રાખી શકતા નથી. 

• જાહેર માર્ગો/સ્થળો પર જોવા મળતાં કે રાખવામાં આવતા પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 

Related posts

Leave a Comment