જામનગરના સિક્કા ગામે મજૂરી કામ કરતાં પરિવારની બાળકીનું વિના મૂલ્યે સફળ ઓપરેશન થયું 

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ

હિન્દ ન્યુઝ, જામનગર

       સરકાર દ્વારા ચાલતા આરોગ્યના RBSK – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતી ૮ વર્ષની બાળકીની હ્રદયની બીમારીનું સફળ ઓપરેશન થયું છે. સિક્કા અર્બન હેલ્થ સેન્ટર હેઠળ આવતા સિક્કા ગામમાં મજુરી કામ કરતા વિજયભાઈ પરમારની દીકરી પૂનમનો જન્મ તારીખ 30/05/2015 ના રોજ થયો હતો. તેણી હાલ ક્રિષ્ના કન્યા શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરે છે. 

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત RBSK ટીમને જાણવા મળ્યું કે,પૂનમ દોડે ત્યારે હાંફી જાય છે. તેણીની આગળની તપાસ માટે સંદર્ભ કાર્ડ ભરી જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે રીફર કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં ECG , 2D-ECHO,બ્લડ રિપોર્ટ કરતા જોવા મળ્યું કે દીકરીને CHD-Congenital Heart Disease એટલે કે હૃદયમાં કાણું છે. 

વધુ સઘન સારવાર માટે તેને યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા. ત્યાં નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહથી 31/10/2023 ના રોજ શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી બાળકને ૮ દિવસ સારવાર કરી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી. અને દર મહીને નિયમિત તપાસ અર્થે કહેવામાં આવ્યું. તેણી હાલ એકદમ સ્વસ્થ્ય અને તંદુરસ્ત છે. આરોગ્ય વિભાગ દ્વારા તેણીની સમગ્ર સારવાર અને સર્જરી વિનામૂલ્યે કરવામાં આવતા માતાપિતા અને પરિવારે ડોકટરો અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીજ્ઞેશ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરતી ( RBSK ) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ ના ડો.ચિરાગ દોમડીયા , ડો. ધર્મિષ્ઠા અકબરી અને F.H.W. લીલાબેન વાઘેલા દ્વારા પૂનમની પ્રાથમિક તપાસ અને સારવાર કરી તેના પરિવારને યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદરૂપ બન્યા હતા. 

Related posts

Leave a Comment