હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૨૯-૧૧-૨૦૨૩ના રોજ ૦૮ વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૧૫૫૧ લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ ૪૨૪ સફાઈ કામદારો ની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.૨૯-૧૧-૨૦૨૩ ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબત ની ૧૯ ફરિયાદો સીસીટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી ૨૪ કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગિરી માનનિય મ્યુનિ. કમિશનર આનંદ પટેલ ના આદેશ અને નાયબ કમિશનર ના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.