જોડીયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક/ હેલ્પર/ રસોયાની નિમણૂંક માટે ઈન્ટરવ્યુ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર 

   જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલા બારાડી, આણંદા, કેશીયા, માનપર, જશાપર, બોડકા, મઘાપર, કોઠારીયા, જામસર, માવનુગામ, તારાણાધાર અને બાલંભા/બીનાધાર ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર અને હેલ્પરની અલગ-અલગ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. જેમાં ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ જોડીયા મામલતદારની કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય રૂબરૂ આવીને કચેરી સમય દરમિયાન નમૂના ફોર્મ મેળવી લેવાનું રહેશે.

આગામી તારીખ 26/06/2024 સુધીમાં આ અરજી પત્રક સંપૂર્ણ સાચી વિગતો ભરીને અત્રેની કચેરીને પહોંચાડી દેવાનું રહેશે. કચેરી સમય દરમિયાન સવારના 11:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધીમાં પી.એમ.પોષણ શાખા, મામલતદારની કચેરી, જોડીયાને આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. ઈન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશન કાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લઈ જવાના રહેશે. જે-તે સંબંધિત ઉમેદવારોએ આગામી તારીખ 28/06/2024 ના રોજ મામલતદારની કચેરી, જોડીયા ખાતે ઈન્ટરવ્યુ માટે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતીમાં મઘ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રના સંચાલકની નિમણુંકની લઘુતમ વય મર્યાદા 20 વર્ષ અને મહતમ 55 વર્ષ સુધી રાખવામાં આવી છે. જે ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર હોય તો તેમના માટે મહત્તમ 58 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે. ભરતી અન્વયે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ મુજબની આપેલ સુચનાઓ તેમજ સરકારના વખતોવખતના ઠરાવો, પરિપત્રો ઘ્યાનમાં લેવામાં આવશે.

ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા જોઈએ અને તે જ ગામનાં વ્યકિત હોવા જોઈએ. તેમને સરકાર ના નિયત ધારા ધોરણ મુજબ માનદ વેતન ચુકવવામાં આવશે. નિયત અરજી ફોર્મ સાથે પરીક્ષા પાસ કર્યાના પ્રમાણપત્રો, શાળા છોડયાના પ્રમાણપત્રો, માર્કશીટ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, શારીરિક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર, બેન્ક ખાતાની સંપૂર્ણ વિગતો તથા અન્ય અનુભવ અંગેના સર્ટીફીકેટની પ્રમાણિત નકલો આ સાથે જ રજુ કરવાની રહેશે.

અધૂરી વિગતો, અધૂરા પ્રમાણપત્રો, સુનિશ્ચિત સમયમર્યાદા બાદ અત્રેની કચેરીને મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમ મામલતદાર, જોડીયાની યાદીમાં જણાવવામા આવ્યું છે.


Advt.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment