ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ નિગમો દ્વારા છેલ્લા ૫ વર્ષમાં લાભાર્થીઓને અપાયેલી લોન સહાયની વિગતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ નિગમો દ્વારા છેલ્લા ૫ વર્ષમાં લાભાર્થીઓને અપાયેલી લોન સહાયની વિગતો જોઈએ તો….અલ્પસંખ્યક નિગમ ગાંધીનગર હેઠળ ગીર સોમનાથ જિલ્લાના કુલ ૪ લાભાર્થીઓને કુલ રૂ.૪,૪૭,૪૯૫ની લોન સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ., ગાંધીનગર હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૧ લાભાર્થીને રૂ. ૧,૨૧,૧૧૨ લોન સહાય ચૂકવવામા આવી છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર હેઠળ જિલ્લાના કુલ ૩૨ લાભાર્થીઓને રૂ. ૪૫,૮૦,૫૦૦ની લોન સહાય ચૂકવવામા આવી છે. તેવી જ રીતે, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર હેઠળ જિલ્લાના કુલ ૧૨૧ લાભાર્થીઓને…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી.એમ.સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમગ્ર દેશમાં વિભાગના ‘પી.એમ.સૂરજ’ (સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ)ના વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ પણ વડાપ્રધાન ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ઉપલક્ષમાં સોમનાથ રામમંદિર ઑડિટોરિયમ ખાતે વંચિત વર્ગો માટે યોજાયેલા આઉટરિચ કાર્યક્રમમાં જિલ્લાનાં ૧૯૭ લાભાર્થીઓને રૂ. ૭.૪૬ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, છેવાડાના…

Read More

લોન મળવાથી સ્વ રોજગાર શરૂ કરી સ્વતંત્ર વ્યવસાય કરુ છું : કેતનભાઈ વાળોદરા

હિન્દ ન્યુઝ, ભાવનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ. સૂરજ યોજના સહિતની વિવિધ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર ના લાભાર્થી કેતનભાઈ વાળોદરા એ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી. આ તકે લાભાર્થી કેતનભાઈ વાળોદરા એ જણાવ્યું હતું કે પહેલા તેઓ મજૂરી કરતા હતા ત્યારે એમને ગુજરાત સફાઈ વિકાસ બોર્ડ અંતર્ગત લોન અંગેનો ખ્યાલ આવતા એમને ફોર્મ ભર્યું અને લોન મળી જતા તેઓ ટેક્સી વેઇકલ થકી પોતાનો ધંધો શરૂ કરી સ્વતંત્ર વ્યવસાય કરીને માનભેર જીવન જીવી રહ્યા છે.  

Read More

૮ લાખની પેસેન્જર વાહન લોન મળવાથી પોતાનો વ્યવસાય શરૂ કરીશ : મનીષભાઈ બારૈયા

હિન્દ ન્યુઝ, ભાવનગર       કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ) કરવામાં આવ્યું હતું. પી.એમ. સૂરજ પોર્ટલના ઇ-લોકાર્પણ સમયે લાભાર્થી  મનીષભાઈ બારૈયા એ જણાવ્યું હતું કે તેઓ ખાનગી ક્ષેત્રમા નોકરી કરતા હતા હવે તેઓને સફાઇ કામદાર વિકાસ નિગમમાંથી પેસેન્જર વાહન લોન અંગેની માહિતી મળતા એમને આ અંગે પ્રક્રિયા કરતાં ૮ લાખની પેસેન્જર લોન મળવાથી પોતાનો વ્યવસાય શરૂ કરીને સ્વ રોજગારી થકી જીવન ઘડતર ઊંચું આવશે.    

Read More

ભાવનગરમાં PM-SURAJ (સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલ વિમોચન કાર્યક્રમમાં રૂ. ૭.૭૯ કરોડ રૂપિયાની સહાય અપાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આયોજિત યશવંતરાય નાટ્યગૃહ ખાતે PM-SURAJ (સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલ વિમોચન કાર્યક્રમમાં ૭.૭૯ કરોડ રૂપિયાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ (એસ.સી) માં ૧૦૬ લાભાર્થીઓને રૂ.૨૧૨.૫૯ લાખ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ (એસ.સી) માં ૫ લાભાર્થીઓને રૂ.૧૧.૧૩ લાખ, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (એસ.સી) માં ૦૭ લાભાર્થીઓને રૂ.૧૩.૭૮ લાખ, ગુજરાત અલ્પસંખ્યક અને વિકાસ નિગમ (ઓબીસી) માં ૨૦ લાભાર્થીઓને રૂ.૩૫.૩૫ લાખ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ (ઓબીસી) માં ૧૨૭ લાભાર્થીઓને રૂ.૧૫૫.૦૯ લાખ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ (ઓબીસી) માં ૬૨ લાભાર્થીઓને રૂ.૭૧.૧૩ લાખ,…

Read More

ગંદકી સાફ કરવી પરમ પવિત્રતાનું કામ, ગંદકી સાફ કરનારાં લોકો નાનાં માણસો નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભાવનગર ખાતે કહ્યું હતું કે, ગંદકી સાફ કરવી એ પરમ પવિત્રતાનું કામ છે, ગંદકી સાફ કરનારાં લોકો નાના માણસો નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી PM – SURAJ (પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અંને રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલના લૉન્ચિંગ પ્રસંગે આજે ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM – SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે. ભાવનગર સંતો, કવિઓ, લેખકો અને કલાકારોની ભૂમિ છે, તેથી આ ભૂમિ પ્રેરણાનગરી છે. જે લોકો માટે અત્યાર…

Read More

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત રાજ્યનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય સર્વે જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ ભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.    

Read More

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માણસ સુધી વિકાસ અને તેના લાભોનું વિસ્તરણ

હિન્દ ન્યુઝ, બાવળા       પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, કેન્દ્રીય ગૃહમંત્રી સાંસદ અમિતભાઈ શાહના દિશાસૂચન હેઠળ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માણસ સુધી વિકાસ અને તેના લાભોનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ વિકાસ યાત્રાને આગળ વધારતા બાવળા ખાતે બાવળા તાલુકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું તથા વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કર્યું. જેમાં ભૂગર્ભ ગટરના રૂ.૫૪.૧૮ કરોડની રકમના કામોનો શુભારંભ પણ કરાવ્યો. કેન્દ્ર સરકાર ગુજરાતને પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસની અદભુત ભેટ આપી રહી છે ત્યારે ગુજરાતમાં થઈ રહેલા લોક સુવિધાના વિકાસ પ્રકલ્પોના વ્યાપથી લોક સુખાકારીમાં વધારો થશે…

Read More

સુરત ઉધના મીરાનગર શાળા ખાતે ‘નો સ્મોકિંગ ડે’ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ સી.આર.મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમ ચાઈલ્ડલાઈન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ઉધના મીરાનગર શાળા ખાતે ‘નો સ્મોકિંગ ડે’ ની ઉજવણી કરવામાં હતી.            જેમાં પી.એલ.વી અને સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દ્વારા વ્યસનના દુષ્પ્રભાવથી થતી કેન્સર સહિત ગંભીર બીમારીઓ વિષે જાણકારી આપી હતી. પેનલ એડવોકેટ ભરત પંડિત દ્વારા કુસંગતથી વધતી વ્યસનની કુટેવો  અને પ્રથમ ચાઈલ્ડલાઈનના સીતા પરમાર દ્વારા ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઈન તેમજ ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી.             આ…

Read More

સુરત ખાતે PM SURAJ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત       PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે એસ.સી., ઓબીસી, સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત રૂ.એક લાખ લોનની મંજૂરી, સિવર તથા સેપ્ટિક ટાંકીના કામગારો-સફાઈ મિત્રોને આયુષ્યમાન હેલ્થ કાર્ડનું વિતરણ અને કામદારોને પીપીઈ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.            વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં પી.એમ. દક્ષ યોજના, નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે વંચિત વર્ગોને ધિરાણ માટે સામાજિક…

Read More