રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માણસ સુધી વિકાસ અને તેના લાભોનું વિસ્તરણ

હિન્દ ન્યુઝ, બાવળા

      પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, કેન્દ્રીય ગૃહમંત્રી સાંસદ અમિતભાઈ શાહના દિશાસૂચન હેઠળ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માણસ સુધી વિકાસ અને તેના લાભોનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ વિકાસ યાત્રાને આગળ વધારતા બાવળા ખાતે બાવળા તાલુકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું તથા વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કર્યું. જેમાં ભૂગર્ભ ગટરના રૂ.૫૪.૧૮ કરોડની રકમના કામોનો શુભારંભ પણ કરાવ્યો. કેન્દ્ર સરકાર ગુજરાતને પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસની અદભુત ભેટ આપી રહી છે ત્યારે ગુજરાતમાં થઈ રહેલા લોક સુવિધાના વિકાસ પ્રકલ્પોના વ્યાપથી લોક સુખાકારીમાં વધારો થશે અને મોદી સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી રાજ્યના વિકાસની ગતિ બમણી થશે.

Related posts

Leave a Comment