સુરત ઉધના મીરાનગર શાળા ખાતે ‘નો સ્મોકિંગ ડે’ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ સી.આર.મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમ ચાઈલ્ડલાઈન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ઉધના મીરાનગર શાળા ખાતે ‘નો સ્મોકિંગ ડે’ ની ઉજવણી કરવામાં હતી. 

          જેમાં પી.એલ.વી અને સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દ્વારા વ્યસનના દુષ્પ્રભાવથી થતી કેન્સર સહિત ગંભીર બીમારીઓ વિષે જાણકારી આપી હતી. પેનલ એડવોકેટ ભરત પંડિત દ્વારા કુસંગતથી વધતી વ્યસનની કુટેવો  અને પ્રથમ ચાઈલ્ડલાઈનના સીતા પરમાર દ્વારા ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઈન તેમજ ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી. 

           આ કાર્યક્રમમાં ડાયરેક્ટર ચંદ્રશેખરે વિદ્યાર્થીઓને કેન્સરના ગંભીર કારણો સમજાવ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશનના શી ટીમના ભાવનાબેન દ્વારા  બાળ સુરક્ષા વિષે, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કવિતા પટેલ દ્વારા પાલક માતા પિતા યોજના વિષે તેમજ વ્યસનમુક્તિ કેન્દ્રના કલ્પના અને સુનિતાબેન દ્વારા કેન્સર અંગેની જાગૃતતા  જાણકારી આપી હતી. 

          શિબિરમાં શાળાની ઇન્ચાર્જ શિક્ષિકા નયનાબેન સહિત સમગ્ર સ્ટાફ, વિભાગો, સંસ્થાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ‘નો સ્મોકિંગ ડે’  ઉજવણીમાં ભાગ લીધો હતો.  

Related posts

Leave a Comment