“માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.૨૨/૦૭/૨૦૧૪ ના ઠરાવ અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં “માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલ લાભાર્થીઓને અન્ન સલામતિ કાયદા હેઠળ સમાવેશ કરવા બાબતે સરકારશ્રી દ્વારા તા.૧૩/૧૦/૨૦૨૦ થી નવી જોગવાઈઓ ઠરાવવામાં આવેલ છે. “માં અન્નપુર્ણા” યોજનામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સંચાલિત વાજબી ભાવની દુકાનેથી ઘઉં, ચોખા અને આવશ્યક ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

જે યોજનામાં કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ૪ પૈડાંનું વાહન કે યાત્રિક માછીમારીની બોટ ધારણ કરતું હોય, કુંટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય, ધોરણો ધરાવતા લાભાર્થીઓને સમાવિષ્ટ કરવાના રહેતા નથી. (સિવાય કે સરકારી કચેરી, બોર્ડ, નિગમ, અન્ય સરકારી એજન્સી, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સહિત સબંધિત કચેરીમાં આઉટસોર્સિગથી વર્ગ -૪ ની કામગીરી કરતા હોય), કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક રૂ.૧૦,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય, કુટુંબનો કોઈ પણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચુકવતો હોય, કુટુંબ પાંચ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય કુટુંબ ૭.૫ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતું હોય તેવાં ધોરણોમાં સમાવેશ થતો હોય તેવા કોઈ લાભાર્થીઓએ “માં અન્નપુર્ણા” યોજના હેઠળ અરજી ન કરવા અત્રેથી અનુરોધ કરવામાં આવે છે. તેમ છતાં અત્રેની તપાસ દરમ્યાન કે તંત્રને ગેરમાર્ગે દોરીને ઉકત યોજના તળે લાભ મેળવતા લાભાર્થી ધ્યાને આવશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે અંગે જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment