હિન્દ ન્યુઝ, ઉના
ઉના પોલીસ દ્વારા આવનારા સમયમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના એક સાથે તહેવારો આવતા હોય જેમકે સાતમ આઠમ, મોહરમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારોને ધ્યાને લઇને હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોમાં ભાઈચારાની ભાવનાથી એકબીજા પોત પોતાનો તહેવારો શાંતિમય માહોલમાં મનાવે કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ અનુલક્ષીને આજે ઉના શહેર ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઉનાના પી.આઇ વી.એમ.ચૌધરી, પી.એસ.આઇ જે.વી ચુડાસમા અને પોલીસ જવાનો આ ફ્લેગમાર્ચ માં જોડાયા હતા.
રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના