હિન્દ ન્યુઝ, ડીસા
ડીસા પંથક માં છેલ્લા ઘણા સમયથી મૃત ભ્રૂણ મળવાની ઘટનાઓ માં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે સવારે શહેર ના રાજપુર થી ભોપાનગર જવાના રોડ ઉપર આવેલ અમન પાર્ક પાસે થી એક બાળક નું મૃત ભ્રૂણ મળતા ચકચાર મચી ગઇ છે આ બનાવ ની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરતા દક્ષિણ પોલીસ ની ટીમ તુરંત સ્થળ ઉપર પોહચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.
આ બનાવ ની વિગત એવી છે કે ડીસા શહેરના રાજપુર થી ભોપાનગર જવાના માર્ગ ઉપર આવેલ અમન પાર્ક પાસે કોઈ એ બુધવારે વહેલી સવારે બાળક નું મૃત ભ્રૂણ ફેંકી ગયું હતું. જેની જાણ સ્થાનિકો ને થતા લોકો ના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને આ અંગે પોલીસ ને જાણ કરતા શહેર દક્ષિણ પોલીસ ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત ભ્રૂણ ને પી એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. આ મામલે આ ભ્રુણ ફેકનાર ની શોધખોળ હાથ ધરી છે. આવું કૃત્ય આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા