ડીસા વિધુત બોર્ડ ની ગાડી બની શોભાના ગાંઠિયા સમાન..!

હિન્દ ન્યુઝ, ડીસા

                                                    બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે ડીસા વિધુત બોર્ડ ની ગાડી શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે ત્યારે વાત કરીએ તો ડીસા શહેરના જલારામ મંદિર પાસે વાયર માં એક કબૂતર ફસાઈ જવા પામ્યું હતું. જો કે આસપાસના લોકોએ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ ને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે જાણ કરવાની સાથે જ ઘટનાસ્થળે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કબુતર બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પણ વાયર માં ફસાયેલ કબૂતરને બચાવવા આવેલી વિધુત બોર્ડ ની ગાડી ની સીડી ન ખૂલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે છેલ્લી ઘડીએ ડીસા નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ ની ગાડી આવી જતા કબૂતરને આબાદ બચાવ થયો હતો.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment