ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમાર ના જન્મદિવસ યુવા ભાજપ દ્વારા ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ઉના

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કંસારી મુકામે તાલુકા યુવા ભાજપ દ્વારા કંસારી મુકામે આવેલ દિવ્યાંગ કેર ટ્રેનિંગ સેન્ટરમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમાર નો જન્મદિવસ મનાવવામાં આવ્યો. જેમાં વિવિધ જગ્યાએ વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું અને દિવ્યાંગ બાળકોને ફુટ પેકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા યુવા ભાજપના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, પ્રકાશભાઈ ટાંક, યોગેશભાઈ બાંભણીયા કંસારી ગામના સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો હાજર રહ્યા હતા અને માનસિંહભાઇ ને જન્મદિવસની શુભેચ્છા સાથે આવનારા દિવસોમાં રાજકીય રીતે તેમજ સામાજિક રીતે ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આપી હતી

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment