ભાવનગરમાં PM-SURAJ (સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલ વિમોચન કાર્યક્રમમાં રૂ. ૭.૭૯ કરોડ રૂપિયાની સહાય અપાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં આયોજિત યશવંતરાય નાટ્યગૃહ ખાતે PM-SURAJ (સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલ વિમોચન કાર્યક્રમમાં ૭.૭૯ કરોડ રૂપિયાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ (એસ.સી) માં ૧૦૬ લાભાર્થીઓને રૂ.૨૧૨.૫૯ લાખ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ (એસ.સી) માં ૫ લાભાર્થીઓને રૂ.૧૧.૧૩ લાખ, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (એસ.સી) માં ૦૭ લાભાર્થીઓને રૂ.૧૩.૭૮ લાખ, ગુજરાત અલ્પસંખ્યક અને વિકાસ નિગમ (ઓબીસી) માં ૨૦ લાભાર્થીઓને રૂ.૩૫.૩૫ લાખ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ (ઓબીસી) માં ૧૨૭ લાભાર્થીઓને રૂ.૧૫૫.૦૯ લાખ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ (ઓબીસી) માં ૬૨ લાભાર્થીઓને રૂ.૭૧.૧૩ લાખ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ (ઓબીસી) માં ૮૬ લાભાર્થીઓને રૂ. ૨૪૯.૭૮ લાખ, ગુજરાત વિચરતી અને વિમુકત વિકાસ નિગમ (ઓબીસી) માં ૨૬ લાભાર્થીઓને રૂ. ૩૦.૨૫ લાખ મળી કુલ ૪૩૯ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૭૭૯.૧૦ લાખ જેટલી સહાય આપવામાં આવી છે.

નમસ્તે સ્કીમ હેઠળ સિવર અને સેપ્ટિક ટાંકીના કામદારોને આયુષ્યમાન હેલ્થ કાર્ડ વિતરણ અને પી.પી.ઇ. કિટ વિતરણના ૧૭૬ જેટલાં લાભાર્થીઓને સેપ્ટિક ટાંકીના કામદારોને પીપીઇ કીટ વિતરણ કરવામાં આવી છે.

વંચિત વર્ગો (SC, OBC, સફાઇ કર્મચારીઓ) માટે કેડિટ સપોર્ટ અંતર્ગત એક લાખની લોન માટેની યોજનામાં સૌરાષ્ટ ગ્રામિણ બેંક દ્વારા એગ્રી બિઝનેશ માટે ૧૭ જેટલા લાભાર્થીઓને રૂ.૧૯.૩૭ લાખની લોનની રકમ આપવામાં આવી છે.

 

 

 

 

Related posts

Leave a Comment