થરાદ, તા. 23-8-2020 બનાસકાંઠા ના થરાદ તાલુકા ના મહાજન પુરા ગામ ના શિવજી ના મંદિર ની બાજુમાં આવેલ ચોમાસું નુ પાણી ભરેલ સરોવર માં કદમ ના અને બાવળ વૃક્ષો આવેલ છે તેના ઉપર છેલ્લા દસ દિવસ થી વાંદરા વૃક્ષો ઉપર હોઈ છે, નીચે ચારે બાજુ પાણી હોઈ છે તે વાંદરાઓ નીચે ઉતરી સકેલ ના હોવાથી થરાદ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકા ના તરવૈયા ની ટીમ અને મહાજન પુરા ના ગ્રામ જનો જેવા કે કમલેશ ભાઈ તથા વસરામ ભાઈ અને ભવનભાઈ અને દલરામ ભાઈ બીજા ઘણા…
Read MoreDay: August 23, 2020
મહાકાલ સેનાનાં યુવાનો દ્રારા નર્મદા મુખ્ય કેનાલમાથી રેસ્કયું કરી નીલ ગાયને બચાવી
કાંકરેજ , બનાસકાંઠા કાંકરેજ વિસ્તારમાંથી નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યારે અનેક વાર લોકો અને પશુઆેના ડુબવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે પણ રાણકપુર પાસે નર્મદા મુખ્ય નહેરમા નીલગાય પડી ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ મહાકાલ સેનાના યુવાનોને થતા રાણકપુર મહાકાલ સેનાના યુવાનોએ તાબડતોડ કેનાલ પર પહોંચીને રેસ્કયું કરીને નીલ ગાયને હેમખેમ જીવતી બહાર કાઢીને માનવતાનું કામ કર્યુ હતુ, ત્યારે મહાકાલ સેના અવારનવાર જીવદયા નું કામ કરી રહ્યા છે ત્યારે આવા કામોને લોકો પણ બીરદાવી રહ્યા છે. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ
Read Moreચીમનગઢ મુકામે આવેલ પ્રાથમિક શાળા ની આગળ પાણી ભરાતા શિક્ષકો સહીત ગામ લોકોમાં રોષ
કાંકરેજ, બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે પ્રાથમિક શાળા ની આગળ પાણી ભરાતા કાદવ કીચડ હોવાને કારણે શાળામાં આવતા શિક્ષકોને કાદવ કીચડ માંથી ચાલવાનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમ જ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગામના લોકો તેમજ ગામના શાળાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગામના સરપંચ તેમજ તલાટી ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને આ મહામારી કોરોના કારણે ગંદકીનું મહાપ્રલય પણ થઈ શકે છે. જેથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે આ મીડિયાના અહેવાલ થી ચીમનગઢ ના સરપંચ તેમજ તલાટી ઘોર નિંદ્રામાં…
Read Moreદાંતીવાડા ડેમ માં ચોવીસ કલાક માં પાંચ ફૂટ નવા પાણી ની આવક નોંધાઇ
દાંતીવાડા, બનાસકાંઠા જિલ્લાના નો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ એક મોટુ જળાશય છે. ઉપરવાસ મા વરસાદ સારા પ્રમાણ થતાં બંન્ને ડેમ માં પાણી ની આવક નોંધાઇ હતી. જ્યારે ચોમાસું ની એકાદ મહિના જેટલા દિવસો છે ત્યારે દાંતીવાડા ડેમ માં આજે બપોરે 3 વાગ્યે પાણી ની સપાટી 554.80 ફૂટ નોંધવામાં આવી હતી ત્યારે ડેમ માં 3487 કયુસેક પાણી ની આવક નોંધાઇ હતી ભય જનક સપાટી 604 ફૂટ છે. જ્યારે સીપુ ડેમમાં પાણી ની સપાટી 572.25 ફૂટ છે અને ભય જનક સપાટી 611 ફૂટ છે અને પાણી ની આવક 324 કયુસેક નોંધાઇ…
Read Moreદિયોદર ના ચિભડા થી કાળુપુરા પ્રા શાળા તરફ જતો બે કિમિ ના કાચા માર્ગ થી પશુપાલનો પરેશાન
દિયોદર, દિયોદર તાલુકા માં વરસાદી મન મૂકી ને વરસી રહો છે. જેમાં અનેક કાચા માર્ગ ના કારણે ખેડૂતો અને પશુપાલનો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે તાલુકા ના ચીભડા ગામે થી કાલુપુરા પ્રા શાળા તરફ જતો બે કિમિ નો માર્ગ કાચો હોવાથી અને વરસાદી પાણી ભરાવાથી પશુપાલનો પરેશાન બન્યા છે. જે માર્ગ પાકો ક્યારે બનશે તેની રાહ જોઈ રહા છે. દિયોદર તાલુકા ના ચિભડા ગામે થી કાલુપુરા પ્રા શાળા તરફ જતો બે કિમિ નો માર્ગ વર્ષો જૂનો છે અને કાચો માર્ગ છે. અહીં કાચો માર્ગ હોવાથી ચોમાસા સમય…
Read Moreભાદરવો ભરપૂર દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં ધોધમાર વરસાદ
દિયોદર, હવામાન વિભાગ ની આગાહી ના પગલે શનિવાર ની મોડી સાંજ થી રવિવાર ના દિવસ દરમિયાન વરસાદ ની હેલી જોવા મળી રહી છે. જેમાં જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં ભાદરવો ભરપૂર બન્યો હોવાનો અહેસાસ થઈ રહો છે. જેમાં રાત્રી ના સમય અને દિવસ દરમિયાન પડેલ ધોધમાર વરસાદ માં નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા છે. જેમાં દિયોદર પ્રગતિનગર , જુના બસ સ્ટેશન, માધવ પાર્ક, સ્વામી નારાયણ ના મંદિર પાસે,રામપીર મંદિર જેવા અનેક વિસ્તાર માં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન બન્યા હતા. જો કે સારા વરસાદ થી ખેડૂતો માં આનંદ…
Read Moreરાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસેથી ચોરાઉ બાઈકથી ઝૂટવેલા ૫ ફોન સાથે ૧ શખ્સ ઝડપાયો
રાજકોટ, તા.૨૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે ખોડિયારનગરમાં રહેતા શાહબાઝ ઉર્ફે શબલો ઉર્ફે નવાબ સત્તારભાઈ જોબનને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. તેની જડતી લેતા તેની પાસેથી ૫ ફોન પણ મળી આવ્યા હતા. શાહબાઝે બાઈક ચોરી કરી સૂર્યકાન્ત હોટલ પાસે, ઢેબર રોડ ઉપર, ખોડિયાનગરમાં, સંતકબીર રોડ ઉપર અને આજી ડેમ ચોકડી પાસેથી ૫ ફોનની ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreસૌરાષ્ટ્ર-રાજકોટના વિદ્યાર્થીઓ સારા પગાર સાથે પ્રતિભા ઝળકાવી શકશે : ચંદ્રેશ જેઠાણી
રાજકોટ, તા.૨૩.૮.૨૦૨૦ ના સૌરાષ્ટ્ર-રાજકોટના વિદ્યાર્થીઓ સારા પગાર સાથે નામાંકિત કંપનીઓમાં પોતાની પ્રતિભા ઝળકાવી શકશે. અત્યાર સુધી B.COM B.B.A ની ડિગ્રીપ્રાપ્ત વિદ્યાર્થીઓને અત્યંત ઓછા પગારથી નોકરી મળતી હતી. પરંતુ ડિઝાઈનિંગના આ કોર્સ બાદ તેમની આવડતનો પણ વિકાસ થશે. સાથે સાથે આર્થિક રીતે પણ તેમને મજબૂતિ મળશે. I.I.D એ સ્કીલ બેઈઝ એજ્યુકેશન છે. જેના દરેક કોર્સ પ્રેક્ટિકલ કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ઝીણામાં ઝીણું જ્ઞાન મળી રહે તે માટે તેમનામાં જે આવડત રહેલી હશે તે આવડતના આધારે જે તે સ્થળથી મુલાકાત કરાવવામાં આવશે. જેથી તેમના અનુભવમાં બહોળો…
Read Moreકેન્દ્ર સરકારે દેશની નવી એજ્યુકેશન પોલિસી જાહેર કરી છે. એજ્યુકેશન પોલીસે અંગે એક ખાસ વેબિનાર
રાજકોટ, તા.૨૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી પ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનારાઓએ M.FIL કરવાનું રહેશે નહીં. કોલેજોને એક્રિડેશનને સ્વાયતત્તા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટર હશે. હાલમાં U.J.C. A.I.C.T.E સામેલ છે. જો કે આમાં કાનૂની અને તબીબી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે નહીં. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ ધોરણ સમાન રહેશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત ટેકનોલોજી દ્વારા P.W.D માં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇ-અભ્યાસક્રમો ૮ મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી…
Read Moreભાભર તાલુકાના ઊંડાઈ ગામે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નુ એક દિવશ્ય માટે સ્થાપના કરવામાં આવી
ભાભર, ભાભર તાલુકાના ઊંડાઈ ગામ માં યુવા મંડળ ઊંડાઈ દ્વારા દર વર્ષે ગણપતિ બાપા નો કાર્યક્રમ ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરી ને પૂજન કરી સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના લિધે સરકાર ની ગાઈડ લાઈન મુજબ એક દિવશ્ય ગણપતિ મહોત્સવ ઉજવાયો. આ વર્ષે ગણપતિ મહોત્સવ ના ૬ વર્ષ પુર્ણ થયા હતા, જેમાં સમગ્ર પુજા અર્ચના ઊંડાઈ મંદિર ના સંતશ્રી શ્યામ સ્વરૂપ મહારાજ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી, ત્યારે ચાર પાંચ યુવક મંડળ દ્વારા ધજા અને દેશી ઢોલ વગાડી ને ગણપતિ દાદા ની મૂર્તિ સ્થાપિત કરવા માં…
Read More