અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના કારના ચાલકોને વિશ્વાસમાં લઇ સાયલન્સરમાંથી ધાતુ કાઢી લેનાર બે આરોપીઓને પકડી પાડી રર ઇકો કારના સાયઇન્સરનો ધાતુ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. અરવલ્લી

અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના કારના ચાલકોને વિશ્વાસમાં લઇ સાયલન્સરમાંથી ધાતુ કાઢી લેનાર બે આરોપીઓને પકડી પાડી રર ઇકો કારના સાયઇન્સરનો ધાતુ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત, પોલીસ અધિક્ષક, અરવલ્લી, મોડાસા નાઓ તરફથી મિલ્કત સબંધી અન-ડીટેકટ ગુન્હા શોધી કાઢવા માર્ગદર્શન આપેલ. ઉપરોકત સૂચના અને માર્ગદર્શન અન્વયે આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. અરવલ્લી, નાઓ તથા એલ.સી.બી. અરવલ્લી, મોડાસા સ્ટાફના માણસો દ્વારા આવા ગુન્હાઓની તપાસ હાથ ધરતાં આરોપી (૧) સચિનકુમાર ધીરજભાઇ બામણા રહે.રાંજેડી તા.મેઘરજ જિ.અરવલ્લી નાનો ઇકો ગાડીના ચાલાકો અને માલિકોને વિશ્વાસમાં લઈ ઇકો ગાડી કંપનીમાં ભાડે બાંધવી છે તેવો વિશ્વાસ આપી (૧) ઇકો ગાડી નંબર – જી.જે.૦૨.સી.જી.૬૭૯૫ માલિક મેહુલકુમાર જયંતિલાલ જયસ્વાલ રહે.નાથાવાસ તા. માલપુર જિ.અરવલ્લી તા.૨૯/૦૬/૨૦૨૦…

Read More

ડભોઇ દર્ભાવતિ નગરી માં શિનોર ચોકડી પાસે આવેલા દેવ હોસ્પિટલ ખાતે થી ૯૩ વર્ષ ના વૃદ્ધ મહિલા ને સાજા કરી પરત મોકલ્યા

ડભોઇ દર્ભાવતિ નગરી માં શિનોર ચોકડી પાસે આવેલા દેવ હોસ્પિટલ ખાતે થી ૯૩ વર્ષ ના વૃદ્ધ મહિલા ને સાજા કરી પરત મોકલ્યા

હિન્દ ન્યૂઝ, ડભોઇ, ડભોઇ દેવ હોસ્પિટલ ખાતે 93 વર્ષ ના મહિલા દર્દી ને કોરોના નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. હાલ ડભોઇ દેવ હોસ્પિટલ ખાતે છેલ્લા દોઢ મહિના થી કોરોના સારવાર માટે ની મંજૂરી મળેલ છે, જે પૈકી અત્યાર સુધી દેવ હોસ્પિટલ માં કુલ 50 કરતા વધુ દર્દીઓ ને સારવાર આપવામાં આવી છે અને તમામ દર્દીઓ સાજા થયેલ છે. દેવ હોસ્પિટલ માં 93 વર્ષ ના મહિલા દર્દી ને ફક્ત 6 જ દિવસ ની સારવાર માં દર્દી ને સાજા કરી દેતા દર્દી ના પરિવાર માં ખુશી ને લાગણી છવાયી જવા પામી…

Read More

રાજકોટ શહેરમાં ઘરે ઘરેથી કચરો એકઠો કરવા માટે મહાનગરપાલીકા દ્વારા ૧૦૦ ટીપરવાનની ખરીદી કરાશે

રાજકોટ શહેરમાં ઘરે ઘરેથી કચરો એકઠો કરવા માટે મહાનગરપાલીકા દ્વારા ૧૦૦ ટીપરવાનની ખરીદી કરાશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મહાનગરપાલિકા પર્યાવરણ વિભાગ દ્વારા ૩૨૫ ટીપરવાન હાલમાં દોડાવવામાં આવી રહી છે. પરંતુ ૨૦૧૨ પહેલા ખરીદ કરવામાં આવેલ ૪૩ ટીપરવાન નિયમ મુજબ ચલાવી શકાય તેમ ન હોય આ ટીપરવાન ભંગારમાં કાઢી નાખવામાં આવી છે. તમામ વિસ્તારોમાં દોડતી ટીપરવાનો પૈકી અમુક ટીપરવાનોમાં ટેકનીકલ ફોલ્ટ જણાય ત્યારે તેની જગ્યાએ સ્પેરમાં ટીપરવાન દોડાવી શકાય તે માટે દરેક ઝોનમાં પ ટીપરવાન અલગથી રાખવામાં આવી છે. આમ ૪૩ ટીપરવાન ભંગાર થઇ જતા અને સ્પેરમાં વધુ ટીપરવાનની જરૂરીયાત ઉભી થતા મહાનગરપાલિકા વધુ ૧૦૦…

Read More

મોરબીના ઢુવા માં ફરી લુટારૂ ગેંગ ત્રાટકી

મોરબીના ઢુવા માં ફરી લુટારૂ ગેંગ ત્રાટકી

હિન્દ ન્યૂઝ, ઢુવા – મોરબી છેલા એક મહિનાથી ચોર ગેંગ સક્રીય બની ઢુવા ચોકડી પોલિસ ચોકિથી કરીને માટેલ રોડ તેમજ જુના ઢુવા તથા નવા ઢુવામા અવાર નવાર લુટની ધટના બની રહી છે ત્યારે લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે કે શુ !!! તાલુકા પોલીસ આ સક્રીય ચોર ગેંગને પકડવામા નીષ્ફળ ગઈ છે. આજે પણ એક વ્યક્તી લુંટારૂ ગેંગનો ભોગ બન્યો છે. ઢુવા ચોકડી પોલિસ ચોકિથી થોડે દુર એટલે કે અડધો કિલો  મિટર જુના ઢુવા ગામમાં જવાના રસ્તા ઉપર ઢુવા ગામ ના રહેવાસી સિપાઈ ઈકબાલભાઈ હશનભાઈ પોતાના ધરે જઈ રહ્યા હતા ત્યારે…

Read More

સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૧૭, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં અર્તગત આજે વધુ ત્રણ યોજનાઓનો પારંભ કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ રાજય મંત્રી બચુભાઇ ખાબડે લીમખેડાના કાચલા ગામ ખાતેના બાપુ નરસીંહ સેવાનંદધામથી આ ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો છે. આજે લોન્ચ થતી ત્રણે યોજના પૈકી હેંડ ટુલ કિટ યોજના અંર્તગત દાહોદના ૩૭૯ લોકોને અને શાકભાજી-ફળ પાકોના રક્ષણ માટે વિના મૂલ્યે છત્રી આપવાની યોજના અંતર્ગત ૨૦૦૦ લોકોને આ યોજનાઓનો લાભ આપવામાં આવશે. જે અંતર્ગત ૪૭૦ થી વધુ લોકોની અરજી મંજૂર કરી દેવામાં આવી છે. ઉપરાંત કાર્યક્રમમાં પશુપાલન ખાતાની…

Read More

સુરત નાં મોલમાં મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ ની રેસ્ટોરન્ટ માં બર્ગર માંથી જંતુ નીકળ્યાના સમાચાર

સુરત નાં મોલમાં મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ ની રેસ્ટોરન્ટ માં બર્ગર માંથી જંતુ નીકળ્યાના સમાચાર

હિન્દ ન્યૂઝ, સુરત, સુરત શહેર માં આવેલ દીપકમલ મોલમાં મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ ની રેસ્ટોરન્ટ આવેલ છે. જેમાં તા. 26/09/2020 સમય સાંજ ના 06:00 કલાકે , રેસ્ટોરન્ટ માં આવેલ એક ગ્રાહક એ બર્ગર નો ઓર્ડર કરી મંગાવયું હતું. બર્ગર માંથી વંદો, જેવું જંતુ નીકળ્યા ના સમાચાર મળી આવતા આસપાસ ના ગ્રાહકો મા રોષ વ્યક્ત કરી રહ્યા હતા. વધુમાં મેનેજર ને ફરિયાદ કરતા મેનેજર દ્વારા તોછડું વર્તન કરવામાં આવ્યું. જેનો વિડિયો પણ વાયરલ થયો. માત્ર હાથમાં ગ્લોવસ પહેરવાથી સ્વચ્છતા તો રહી જશે, પરંતુ ધ્યાન કે દેખરેખ ના રાખવામાં આવે તો શુદ્ધતા ક્યારે…

Read More

ડીસા તાલુકાના વિરુણા ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં

ડીસા તાલુકાના વિરુણા ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં

હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના વીરોના ગ્રામ પંચાયત જલજીત હાલતમાં જોવા મળતી લોકોની અનેકવાર રજૂઆત કરવા છતાં સરપંચ તલાટી પોતાની મનમાની ચલાવી રહ્યા. લોકોએ – અનેક વાર આ બાબતે સરપંચ તલાટીની જાણ કરતા હોવાના આ બાબતે ગામના એક જાગૃત નાગરિક સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરતા પંચાયત ની હાલત દ્રશ્ય ઉપરથી આપ નક્કી કરી શકો છો શૈક્ષણિક સરપંચ હોવા છતાં ગામમાં કોઈ વિકાસના કરતા હોવાના લોકમુખે તે જાણવા મળી રહ્યું છે. ડીસા તાલુકાના વિરોણા ગ્રામ પંચાયત ભવિષ્ય ની અંદર કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત…

Read More

વડોદરા ખાતે સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા અધિકારી સુરેશ ગામીતનું તેમના સરકારી નિવાસસ્થાને રહસ્યમય મોત થયું

વડોદરા ખાતે સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવતા અધિકારી સુરેશ ગામીતનું તેમના સરકારી નિવાસસ્થાને રહસ્યમય મોત થયું

હિન્દ ન્યૂઝ, વડોદરા,   વડોદરા શહેરના અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં D-બ્લોકમાં રહેતા અને સિવિલ ડિફેન્સમાં જી.એ.એસ. તરીકે ફરજ બજાવતા સુરેશ ગનાજી ગામીત (ઉં.વ. 57)નો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. શુક્વારે સાંજના સમયે તેઓનો ગાડીનો ડ્રાઇવર વીકી મહાજન તેમને લેવા માટે ગયો હતો. વીકીએ ઘરનો દરવાજો ખોલીને અંદર જતાં સુરેશભાઇ ગામીત તેઓના પલંગમાં છતાપાટ પડેલા હતા. અને તેઓના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું. વીકીએ સુરેશભાઇને બેભાન હાલતમાં જોતા જ ઓફિસના સાથી કર્મચારી સુધાકરભાઇ સૂર્યવંશીને ફોન કરીને જાણ કરી હતી. બનાવની જાણ સિવીલ ડિફેન્સના ઉચ્ચ અધિકારીને કરાતા તેઓની સુચના મુજબ વીકી મહાજને 108…

Read More

દુદાસણ ગામમાં શ્વાનના ટોળાએ બાળ રોઝ ઉપર કર્યો હુમલો બાળરોઝનો આબાદ બચાવ

દુદાસણ ગામમાં શ્વાનના ટોળાએ બાળ રોઝ ઉપર કર્યો હુમલો બાળરોઝનો આબાદ બચાવ

હિન્દ ન્યૂઝ, કાંકરેજ, ‘રામ રાખે તેણે કોણ ચાખે’ કહેવત ને સાર્થક કરતી ઘટના આજરોજ કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે બની જ્યાં શિકારી શ્વાનો ના ટોળા માંથી નાનકડા રોઝ ના બચ્ચાં નો આબાદ બચાવ થવા પામ્યો. બનાસ નદીના કાંઠે આવેલ દુદાસણ ગામ ના નદી પટમાં રખડતા શિકારી શ્વાનો નું ટોળું અવારનવાર ચરતા પશુઓને ઘાયલ કરી મારી ભક્ષ કરતાં હોય છે ત્યારે આજ સવારે એક રોઝ નું બચ્ચું આ ટોળા ના નજરે ચડતા પીછો કર્યો હતો. બચ્ચાએ પોતાનો જીવ બચાવવા ખેતરમાં ઘૂસી ગયું હતું. ત્યાં સ્થાનિક ખેડૂત કાળુભાઇ જોશી, વિરાજી ઠાકોર, હિતેશ જોષી,…

Read More

અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક એક દિવસમાં ૭ પોઝિટિવ કેસ સામે આવ્યા ૨૬/૯ સુધી કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા

અંબાજી પંથકમાં કોરોના વિસ્ફોટક એક દિવસમાં ૭ પોઝિટિવ કેસ સામે આવ્યા ૨૬/૯ સુધી કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા

હિન્દ ન્યુઝ, અંબાજી           વૈશ્વિક કોરોનાવાયરસ ની મહામારી એ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અંબાજી પંથકમાં પણ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યામાં દિવસે ને દહાડે વધારો થઇ રહ્યો છે, ત્યારે અંબાજી પંથકમાં ૨૫/૯ સુધીમાં ૫૬ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એ પછી બીજા દિવસે ૨૬/૯ ના વધુ ૭ કોરોના પોઝિટિવ કેસ અંબાજી માં નોંધાયા છે, ત્યારે આજ દિન સુધી કુલ ૬૩ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અંબાજી પંથક માં નોધાયા છે. જેમાંથી ૩૮ દર્દી રિકવર થયા છે. જ્યારે ૨૫ કેસ એક્ટિવ છે. જેમાંથી…

Read More