હિન્દ ન્યૂઝ, સુરત,
સુરત શહેર માં આવેલ દીપકમલ મોલમાં મેકડોનાલ્ડ ફાસ્ટ ફૂડ ની રેસ્ટોરન્ટ આવેલ છે. જેમાં તા. 26/09/2020 સમય સાંજ ના 06:00 કલાકે , રેસ્ટોરન્ટ માં આવેલ એક ગ્રાહક એ બર્ગર નો ઓર્ડર કરી મંગાવયું હતું. બર્ગર માંથી વંદો, જેવું જંતુ નીકળ્યા ના સમાચાર મળી આવતા આસપાસ ના ગ્રાહકો મા રોષ વ્યક્ત કરી રહ્યા હતા. વધુમાં મેનેજર ને ફરિયાદ કરતા મેનેજર દ્વારા તોછડું વર્તન કરવામાં આવ્યું. જેનો વિડિયો પણ વાયરલ થયો. માત્ર હાથમાં ગ્લોવસ પહેરવાથી સ્વચ્છતા તો રહી જશે, પરંતુ ધ્યાન કે દેખરેખ ના રાખવામાં આવે તો શુદ્ધતા ક્યારે પણ નહીં રહે. જનતા જનાર્દન ને વિનંતી કે બસ મોટી કંપનીઓ ના નામ સાંભળીને આંધળો ભરોસો ના કરાય. તમારું સ્વાસ્થ્ય સાંભળવું તમારી પ્રાથમિક જવાબદારી હોય છે. સ્થાનિકો દ્વારા એસ.એમ.સી. ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને વિનંતી કરવામાં આવે છે કે આવી બેદરકારી દાખવી જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે રમત રમતી આવી મોટી કંપનીઓના સુપરવાઈઝરની તેમજ મેનેજર ની સામે સખતાઈ થી પગલાં લેવામાં આવે.
રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર