નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાય

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાય

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લાતમાં તા.૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોઇ, નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાએ વિરામ પાળ્યો હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૫૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૩૧૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૮૫૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને,…

Read More

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામ ના એક ખેડૂત સાથે રૂપિયા ૨૪.૮૦.૦૦૦/- લાખ ની છેતરપીંડી થયાની બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામ ના એક ખેડૂત સાથે રૂપિયા ૨૪.૮૦.૦૦૦/- લાખ ની છેતરપીંડી થયાની બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

હિન્દ ન્યૂઝ, અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના એક ખેડૂત ના ઘરે 10 માસ પહેલા ત્રણ અજાણી વ્યક્તિ આવ્યા હતા. જેને ભગવા કલરના કપડાં પહેર્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ પોતાનું નામ વઘાસીયા બાપુ ધારણ કર્યું હતું. તે લોકો કચ્છ થી ચાલીને જુનાગઢ જતા હોય તેવું જણાવેલ ખેડૂતના પત્નીના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપી ખેડૂતને કહેલ કે તારા ઘરમાં ખૂબ જ સંકટ છે, તારા પત્ની બીમાર રહે છે અને તારા માથે ખૂબ જ દેણું વધી ગયેલ છે, તારી જમીન માં કંઈક મેલું છે, તેવું કહી ઘરમાં સુખ-શાંતિ લાવવા માતાજી…

Read More

રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની નવી ફલાઇટ આજથી શરૂ થઇ છે. જે ફલાઇટ આજરોજ સવારે મુંબઇ-રાજકોટ આવી પહોંચતા પ્રથમ ફલાઇટનું સ્વાગત કરાયુ હતુ. રાજકોટ-મુંબઇ વચ્ચે નવી ફલાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રના વેપારીઓને રાજકોટ-મુંબઇ આવક જાવકમાં સરળતા રહેશે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટ ફરી થઇ છે. આ ફલાઇટ આજથી સોમવાર-ગુરુવાર-શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તે મુજબ આ ફલાઇટ મુંબઇ થી સવારે ૮:૪૫ વાગ્યે ઉપડી ભાવનગર ૧૦ વાગ્યે પહોંચશે. તેમજ ભાવનગર થી ૧૦:૩૫ કલાકે ઉપડી…

Read More

રાજકોટ શહેરનાં ભાજપ અગ્રણીની હત્યા પ્રકરણમાં હત્યારાઓના ઘરે સામાન લેવા ગયેલા પરિવાર ઉપર મૃતક ભાજપ અગ્રણીના પરિવારે પથ્થરમારો કર્યો હતો

રાજકોટ શહેરનાં ભાજપ અગ્રણીની હત્યા પ્રકરણમાં હત્યારાઓના ઘરે સામાન લેવા ગયેલા પરિવાર ઉપર મૃતક ભાજપ અગ્રણીના પરિવારે પથ્થરમારો કર્યો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરનાં દુધસાગર રોડ ઉપર આવેલી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા રેશ્માબેન વસીમભાઈ ઉર્ફે ચકો ખૈબર નામની મહિલાએ રાજુ ગફાર મોદન, ટાઈગર રિક્ષાવાળો અને એઝાઝ હનીફભાઈ પાયક સહિત ૧૦ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, અગાઉ નજીવા પ્રશ્ર્ને પાડોશમાં રહેતા આરીફ ચાવડા સાથે થયેલી મારામારીમાં આરીફ ચાવડાનું સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યામાં સંડોવાયેલા પતિ સહિતનાની ધરપકડ બાદ પરિવાર અન્ય સ્થળે રહેવા ચાલ્યો ગયો હતો. બાદમાં આરોપી વસીમ ખૈબરની પત્નિ રેશ્માબેન સહિતના રિક્ષા લઈ પોતાના ઘરે જઈ પોતાનો સામાન…

Read More

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૨ દુકાનો સીલ કરવામાં આવી છે

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૨ દુકાનો સીલ કરવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. રસિકભાઈ ચેવડાવાળા, (પંચનાથ) અને ગોપાલ બ્રધર્સ, (જયુબેલી ચોક) દુકાનોનો સમાવેશ થાય છે. ઉપરાંત શહેરમાં જાહેર માર્ગો પણ માસ્ક પહેર્યા વિના અવર-જવર કરતા ૧૩ વ્યક્તિઓ પાસેથી દંડ…

Read More

વડોદરા શહેરમાં આવેલી વસાહત સંજય નગરના લાભાર્થીઓને થયેલા અન્યાય બાબત મ્યુન્સીપલ કમિશનરને રજુઆત

વડોદરા શહેરમાં આવેલી વસાહત સંજય નગરના લાભાર્થીઓને થયેલા અન્યાય બાબત મ્યુન્સીપલ કમિશનરને રજુઆત

હિન્દ ન્યૂઝ, વડોદરા વડોદરા શહેરમાં આવેલી વસાહત સંજયનગરના લાભાર્થીઓને થયેલા અન્યાય બાબત સંજયનગરના રહીશો સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સાથે નવા મ્યુન્સીપલ કમિશનરને રજુઆત કરી હતી. આજે એકત્ર થયેલા લાભાર્થીઓએ બેનરો પ્રદર્શિત કર્યા હતા અને એક કાર્યકરે ઉઘાડા શરીર પર ચામડાંનાં પટ્ટાથી સ્વયં માર ખાધો હતો. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, બરોડા

Read More

વિજયનગર માં આવેલ પોળો ફોરેસ્ટ માં કોરોના કપરો કાળ માં સોશ્યલ ડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરા

વિજયનગર માં આવેલ પોળો ફોરેસ્ટ માં કોરોના કપરો કાળ માં સોશ્યલ ડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરા

હિન્દ ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા જિલ્લાના વિજનગર તાલુકા માં આવેલ પોળો ફોરેસ્ટ ની મુલાકાત લીધી. ત્યારે જેને ૧૦માં મહિના સુધી બંધ રાખવાં નો નિર્ણય લેવામાં આવ્યો હતો . તો પણ અત્યારે હાલ બહાર થી ખુબજ સંખ્યામાં પર્યટકો આવે છે, જ્યારે અહીં કોઈ પણ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી નથી. પર્યટકો એ કોઈ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવતું નથી અને ત્યાં આવેલ ડુંગરા ની વચ્ચે જૈન મંદિર છે . તેનું વર્ષો બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શનિવાર અને રવિવાર ની રજા હોવાથી અહી ખુબજ સંખ્યા માં પર્યટકો આનંદ માણવા…

Read More

દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર,            દિયોદર તાલુકા પંચાયત માં ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા મળી હતી જેમાં ચિઠ્ઠી ઉસાળતા પ્રમુખ તરીકે ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે અમરબેન ચૌહાણ ભાજપ ના બંને ઉમેદવાર વિજેતા થયા હતા અને તાલુકા પંચાયત ભાજપ પક્ષે કબ્જે કરી હતી. ત્યારે આજરોજ ૧૨:39 મિનિટે વિજેતા થયેલ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણે વિજય મુહૂર્ત માં તમામ સભ્યો ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે ચાર્જ સભાળ્યો હતો. જેમાં કાર્યકરો એ શુભેચ્છાઓ પાઠવી હતી. આ બાબતે પ્રમુખ નો ચાર્જ સભાળેલ ઉતમસિંહ…

Read More

ડભોઈ ખાતે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય અંધજન દિવસ ની ઉજવણી….

ડભોઈ ખાતે 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય અંધજન દિવસ ની ઉજવણી….

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે કરવામાં આવી હતી. જેમાં 30 જેટલા અંધજન નો ને આનંદ ભોજનાલય ખાતે ભોજન અને જીવન જરૂરિયાત ની કીટનું વિતરણ કિશોર કુમાર શાસ્ત્રી, નિલેશભાઈ ખત્રી, ભુપેન્દ્રભાઈ સહિત ના આગેવાનો હસ્તે કરવા માં આવ્યું હતું. જેનો સંપૂર્ણ કીટ અને ભોજન ખર્ચ પ્રભાત અંધજન સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે ચાંદોદના યુવા વર્ગ ના સહયોગ અને યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે કે પ્રજ્ઞા ચક્ષુ યુવાન યુવતીઓ એ ખુશાલી વ્યક્ત કરી હતી. રિપોર્ટર : હુસૈન મનસુરી, ડભોઇ

Read More

જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ…..

જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ…..

જોડિયા, જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સાથે જ કોરોના મહામારી વચ્ચે નિષ્ઠા થી પોતાની ફરજ બજાવનાર એક નીડર યોધ્ધા તરીકે મતિ હર્ષાબેન રાજુભાઇ લશ્કરી (CHO) નું જોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેશભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉપ સરપંચ, મેઘપર) ના વરદ હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમયે કિશોરભાઈ મઢવી (ઉપપ્રમુખ જિલ્લા ભા.જ.પ બક્ષીપચ મોરચા) હસમુખભાઈ વાઘેલા (ગ્રામ પંચાયત સદસ્ય) પ્રવીણભાઈ વાઘેલા (તાલુકા સંયોજક) ધર્મિષ્ઠાબેન અને ભાવનાબેન ( આગણવાડી સંચાલક) મિતલબેન, જોસનાબેન (આગણવાડી હેલ્પર) અને ભાવિસાબેન (આશા વર્કર) તમામ હાજર…

Read More