વાવ તાલુકાના ગોલગામ ના લોકોને પીવાનું પાણી ન મળતા પરિસ્થિતિ ખરાબ

વાવ તાલુકાના ગોલગામ ના લોકોને પીવાનું પાણી ન મળતા પરિસ્થિતિ ખરાબ

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલગામ મા પીવાનું પાણી આવતી પાઇપલાઇન તારીખ 7.9.20ના રોજ જોડિયા ડિસ્ટ્રિક્ટ કેનાલનું રીપેર કામ કરતાં જેસીબી મશીનથી મેન પીવાના પાણીની લાઇન ફૂટી જવાથી છેલ્લા ચાર દિવસ થી ગોલગામ બુકણા અસારા વગરે 14 ગામને પાણી ન મળતા લોકોની ગંભીર પરિસ્થિતિ થઈ. પાણી પુરવઠા નું પાણીનું ટેન્કર આવતાં જ  એકબીજાને પાણી ભરવા પડાપડી જોવાં મળી ત્યારે પીવાના પાણીની લાઇન તાત્કાલિક રીપેરીંગ કરાય તેવી ગ્રામ લોકોની માંગ. રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Read More

ગુજરાત એસ ટી વિભાગ દ્રારા ગત સોમવારથી તમામ ગ્રામ્ય વિસ્તારની બસ શરુ કરવાની વાતો કાગળ પર જેતપુર એસ. ટી. ડેપોની ગ્રામ્ય વિસ્તારની અનેક બસ હજુ બંધ

ગુજરાત એસ ટી વિભાગ દ્રારા ગત સોમવારથી તમામ ગ્રામ્ય વિસ્તારની બસ શરુ કરવાની વાતો કાગળ પર જેતપુર એસ. ટી. ડેપોની ગ્રામ્ય વિસ્તારની અનેક બસ હજુ બંધ

જેતપુર,           જેતપુર એસ. ટી. ડેપોની વાત કરવામા આવે તો જેતપુર ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી રોકાણ કરતી ૧૩ નાઈટ રૂટની બસ સહીત ગ્રામ્ય વિસ્તારની બસ શરુ કરી દેવામા આવી છે પણ હજુ ઘણા ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ છે જે રૂટ બંધ છે. તે થર્મલ ગન આવતાની સાથે શરુ કરવામા આવશે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો શહેરમાં રોજગારી અર્થે, ખેતીકામમાં જરૂરી બિયારણો, દવા, ખાતર, ઓજારો વગેરે તેમજ જીવન જરૂરી ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે શહેરમાં આવવા જવાનુ થતું હોય છે. હાલ ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસ…

Read More

રાજકોટ માં તાલુકા પોલીસે મહિલા સહિત ૨ ની ધરપકડ કરી હતી અને રૂા.૭૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો

રાજકોટ માં તાલુકા પોલીસે મહિલા સહિત ૨ ની ધરપકડ કરી હતી અને રૂા.૭૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો

રાજકોટ, તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશભાઇ પરસાણાની ૧૫૦ ફૂટ રીંગ રોડ પટેલ વાટીકા અને કોકોનેટ પાર્ટી પ્લોટ સામે આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખેલ બાતમી મળતા રાજકોટ તાલુકા પોલીસની ટીમે દરોડો પાડયો હતો. જયાંથી ૧૮૦ M.L ૨૦ દારૂની બોટલ, ૫૦૦ M.L ૧૨ બીયરના ટીન અને ૧૮૦ M.L ૨૦ દારૂની બોટલ મળી આવી હતી. તેમજ સ્થળ પરથી વાડીમાં જ રહેતા રાજુભાઇ રત્નાભાઇ પરમાર તેમજ અને ચોકીદારી કરતા કલુકીબેન ચુનાભાઇ માળી ઉ.૬૩ ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂા.૭૭૦૦ નો મુદામાલ કબ્જે કરી આગળની…

Read More

“સાત પગલાં ખેડૂત કલ્યાણના” હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો રાજપીપલા ટાઉનહોલ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

“સાત પગલાં ખેડૂત કલ્યાણના” હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો રાજપીપલા ટાઉનહોલ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપલા,              ગુજરાત સરકાર દ્વારા “આત્મનિર્ભર પેકેજ ” અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ખેડૂતો માટે ખાસ “સાત પગલાં ખેડૂત કલ્યાણના” હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના લોકાર્પણનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી શ્રીમતી શારદાબેન તડવી, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ,  ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમન ઘનશ્યામભાઇ પટેલ, સંયુક્ત ખેતી નિયામક મહેશભાઇ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશભાઇ ભટ્ટ સહિત નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડાના…

Read More

નમૅદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના શિશા ગામના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ અંગે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નમૅદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના શિશા ગામના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ અંગે જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

 ડેડીયાપાડા,             આજ રોજ નમૅદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના સામોટ ગૃપ ગ્રામ પંચાયત મા આવતુ શિશા ગામના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, વિજળી, મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ અંગે ની મુશ્કેલી દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સદર ગામ સામોટ ગૃપ ગ્રામ પંચાયત મા આવતુ ગામ છે. અને અંદાજે ૩૦૦૦ જેટલી વસ્તી ધરાવતુ ગામ છે. ગામના રહીશો ના જણાવ્યા અનુસાર ૧૦૮ની જરૂરિયાત વારંવાર ઉભી થતી હોય ત્યારે બે થી ત્રણ કિલોમીટર ચાલી ને ડુંગર પર ચઢીને નેટવર્ક મળે તો ૧૦૮ ને ફોન કરી…

Read More

હળવદના રહેણાંક મકાનમાં બીયરનો વેપલો કરતાં એક ઈસમ ઝડપાયો

હળવદના રહેણાંક મકાનમાં બીયરનો વેપલો કરતાં એક ઈસમ ઝડપાયો

મોરબી, હળવદ શહેરમાં આવેલ નકલંગ સોસાયટીમાં રહેતો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બીયરનો વેપલો કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે દરોડો પાડતા 60 બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવુભા ઝાલા , યોગેશદાન ગઢવી અને બીપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનો હળવદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મળેલ બાતમીના આધારે હળવદ હાઈવે પર આવેલ નકલંગ સોસાયટીમાં રહેતા જયેશભાઇ ધીરજલાલ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બીયરના ટીન વેચતો હોય,…

Read More

અરવલ્લીના મોડાસા અને ભિલોડા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લીના મોડાસા અને ભિલોડા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્રારા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યકમ અંતર્ગત મુખ્યમંત્રી પાક સગ્રહ સ્ટ્રકચર યોજના અને કિશાન પરિવહન યોજનાના લોકાપર્ણ કાર્યકમ ગુજરાત રાજય બિન અનામત વર્ગ અયોગના ચેરમેનશ્રી રશ્મીભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને મોડાસા અને ભિલોડા ખાતે યોજાયો હતો. મોડાસા શહેરના ભામાશા હોલમાં યોજાયેલ ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા ચેરમેનએ જણાવ્યુ હતુ કે રાજય સરકારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ખેડૂતાના પડખે રહી આત્માનિર્ભર પેકૅજ જાહેર કર્યુ તેમને મુખ્યમંત્રી કિસાન સહાય સાથે આવરી ખેડૂત કલ્યાણના સાત કદમ લીધા છે. જેમાં અતિવૃષ્ટિ જેવા સમયમાં ખેડૂતોને પાક…

Read More

સુરતમાં શાળા સંચાલકોની ફી ભરાવવા દબાણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલો સામે કર્યો વિરોધ

સુરતમાં શાળા સંચાલકોની ફી ભરાવવા દબાણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલો સામે કર્યો વિરોધ

સુરત, સુરતમાં શિક્ષણ માફિયાઓની દાદાગીરી સતત સામે આવી રહી છે. ત્યારે કોરોના મહામારીમાં સરકાર દ્વારા એક એક કરીને તમામ વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પણ શાળા શરુ કરવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં નથી આવી. ત્યારે શાળા દ્વારા ફી અંગે વાલીઓ પર સતત દબાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે સરકાર દ્વારા ફી અંગે વાલીઓ પર દબાણ નહિ કરવાની શાળા સંચાલકોને સરકારે સૂચના આપી છે. ત્યારે સુરતના શિક્ષણ માફિયા એવા શાળા સંંચાલકો સરકારના નિયમોને ઘોરીને પી ગયા છે અને ફી ભરવા અંગે દાબાણ કરી રહ્યા છે. આ…

Read More

રાજય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના

રાજય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના

ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૧૦, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના શરુ કરવામાં આવી છે.. આ યોજના નો અંતર્ગતજે ખેલાડીઓ રાજય, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ હોય તેવા ખેલાડીઓની માહિતી એકત્ર કરી અને રાજય સરકાર તથા ભારત સરકારના વિવિધ વિભાગોઅને સંસ્થાઓ તથા રાષ્ટ્રીયકૃત બેંકો, અર્ધ સરકારી સંસ્થાઓ તથા પ્રાઈવેટ સંસ્થાઓ જેમાં સ્પોર્ટ્સ ક્વોટા માટે જાહેરાત આપે છે ત્યારે તે જાહેરાતોની અધ્યતન માહિતી સાથે ખેલાડીઓને આ સેન્ટર દ્વારા જાણ કરવામાં આવશે તથા…

Read More

રાજકોટ શહેર કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી કલેકટર તંત્રની અલગ-અલગ ૬ ટીમોએ ચેકીંગ શરૂ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે

રાજકોટ શહેર કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આજે સવારથી કલેકટર તંત્રની અલગ-અલગ ૬ ટીમોએ ચેકીંગ શરૂ કરતા ફફડાટ ફેલાઈ ગયો છે

રાજકોટ, તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સીટી-૧ પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, નાયબ મામલતદાર, સિવિલ હોસ્પિટલના તબીબ સહિતની ૩૦ થી વધુ કર્મચારીના કાફલો જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. સવારથી જ ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ૬ થી વધુ ટીમો બનાવી છે. એક ટીમમાં ૪ સભ્યોને સામેલ કરીને સ્ટાર સિનર્જી હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, ન્યુ વિન વોકહાર્ટ હોસ્પિટલ, ઉદય કોવિડ હોસ્પિટલ, કર્મયોગ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, પરમ ગીરીરાજ હોસ્પિટલ, નિલકંઠ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ, સેલસ…

Read More