ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત, ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૨૪, કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત છે. સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડની ઓક્સીજન સાથે 27 બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -૩૦ બેડ ઓક્સીજન સાથે ૬ બેડ આઈસીયુ સાથે અને ૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૧ બેડ જેમા ૧૯ બેડ ઓક્સીજન સાથે ૫…

Read More

રાજકોટ શહેર સોરઠિયાવાડી સર્કલ પાસે બેન્ક ઓફ બરોડામાં બાથરૂમની બારી તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરવાના ઇરાદે વોન્ટેડ શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર આવેલ ફિલ્ડમાર્શલ કારખાનામાં ત્રાટકે તે પૂર્વે રવિ કૌશિકભાઈ ચૌહાણ, અનિલ જયંતીભાઈ તાવીયા, વિશાલ કાબાભાઈ ધલવાણીયા અને રાહુલ રમેશભાઈ તાવીયાને દબોચી લીધા હતા. રવિ ચૌહાણ અને વિશાલ સાથે બેન્ક ઓફ બરોડામાં ચોરી કરવાના પ્રયાસમાં વિછિયાના ઓરી ગામનો દિપક બુધાભાઈ સરવૈયા સંડોવાયેલ હોય. તેને ઝડપી પાડવાની સૂચના અન્વયે D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન જયંતીભાઈ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ગઢવી, સી.એમ.ચાવડા, સંતોષભાઈ મોરી, અશોકભાઈ ડાંગર, ઇંદ્રજીતસિંહ ગોહિલ અને…

Read More

વડોદરાના ઉત્તર-પૂર્વ ઝોનમાં આજે રાત્રે 10થી કાલે સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ

હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરા શહેરના ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં ગેસ વિભાગ દ્વારા અપગ્રેડેશનની કામગીરી કરવાની હોવાથી આજે 24 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યાથી આવતીકાલે 25 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ રહેશે. હરણી એરપોર્ટ સર્કલ પાસે ડીઆરએસ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનાર હોવાથી પાઇપલાઇનથી ગેસ મેળવતા ઉત્તર ઝોનના હરણી, વીઆઈપી રોડ, ન્યૂ વીઆઇપી રોડ, ખોડિયાર નગર તેમજ આસપાસનો વિસ્તાર, સરદાર એસ્ટેટ, સમા, નિઝામપુરા, ટીપી 13 સહિતના વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ રહેશે. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા આજવા રોડ, વાઘોડિયા રોડ, સોમા તળાવ, ડભોઇ રોડ, વાડી મહંમદ તળાવ પછીના સમગ્ર વિસ્તારમાં…

Read More

સિદ્ધપુર મા તાલુકા પંચાયત ના હોલ મા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર, સિદ્ધપુર ખાતે ગુજરાત સરકાર ના પરિપત્ર મુજબ પોષણ માસ 2020 અંતર્ગત એક સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે જેમાં આજ રોજ સિદ્ધપુર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોરોનાની મહામારી ને ધ્યાન માં રાખી સોશીયલ ડિસ્ટન્સ રાખી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બહેનો ને કોરોના ની સાવચેતી રાખવાની બાબતો વિશે માહિતી આપી અને લોકો ને ડરવાની જરુર નથી સાવચેતી રાખવાની સાથે બાળકો ને પોષણ માટે ની માહિતી આપી અને ત્રિવેણી સંગમ ના ભાગરૂપે વ્હાલી દીકરી યોજના અંતર્ગત બેબિકિટ. વિતરણ વાલી દીકરી ના હુકમ નું વિતરણ તથા…

Read More

સુરત ખાતે સ્વનિર્ભર સ્વદેશી અભિયાન ની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત, 18/9/2020 ના રોજ સુરત ખાતે સ્વનિર્ભર સ્વદેશી અભિયાન ની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો આરોગ્ય, રોજગાર, કૃષિ, શિક્ષણ, પર્યાવરણ, જળ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને સ્વનિર્ભર સ્વદેશી. અભિયાન સતગુરુ શ્રી શ્રી સિદ્ધેશ્વર યોગી ભાર્ગવ જીએ આરોગ્ય અને રોજગાર વિશેની ઝુંબેશ વિશે માહિતી આપી હતી તેમજ રાષ્ટ્રીય આરોગ્ય સલાહકાર વૈદ્ય યોગેશ વાની દ્વારા આરોગ્ય અને લોકોને આરોગ્યપ્રદ કેવી રીતે રાખી શકાય તે અંગે સંસ્થાપક અને રાષ્ટ્રીય અઘ્યક્ષ મહેન્દ્રભાઇ બોલીવાલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું અને યુવાનો કેવી રીતે મજબુત બને છે, રોજગાર કેવી રીતે મળે તેમજ…

Read More

ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અઘીક્ષક બલરામ મીણા તથા જેતપુર ડી.વાય.એસ.પી. ગોસ્વામી તથા ધોરાજી પી. આઇ. એચ.એ જાડેજા ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા સુચના પગલે ધોરાજી તાલુકાના વેગડી ગામે રહેતા ભાવેશ ભોજાભાઈ કોડિયાતરવાડી એ ઈંગ્લીશ દારૂ જથ્થો ઉતારેલ છે. ધોરાજી પોલીસે સર્વેલન્સ સ્પાફ રેઇડ પડતા ઈંગ્લીશ દારૂ નો જથ્થો રૂ. ૨,૪૭,૮૦૦ ના કિંમનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. જેમાં મેકડોરવેલ્સ નંગ ૩૮૪, રોયલ ચેલેન્જ નંગ ૨૩૯, કુલ બોટલ કિંમક ૨,૪૭,૮૦૦ ધોરાજી પોલીસ કબ્જે કરેલ છે અને આરોપી તરીકે (૧) ભાવેશ ભોજાભાઈ કોડીયાતર (૨) કાના ભોજાભાઈ…

Read More

દિયોદર દુકાને થી ઘર તરફ જઈ રહેલી યુવતી નું ઇકો ગાડી માં અપહરણ, નરાધમ ઈસમ સામે નોંધાઈ ફરિયાદ

હિન્દ ન્યૂઝ, દિયોદર મળતી માહિતી મુજબ દિયોદરના સોની ગામે આજથી ત્રણ મહિના પહેલા એક 21 વર્ષની યુવતી પોતાની દુકાનેથી ઘર તરફ જઈ રહી હતી ત્યારે લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતો ભરત મણાભાઈ વાઘેલા અન્ય લોકો સાથે ઇકો ગાડી લઈ આવી રસ્તા ઉપરથી યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું અને ડોડાણા ગામે લઈ જઈ ત્રણ માસ સુધી બળજબરીપૂર્વક ગોંધી રાખી યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું જેમાં તારીખ 18-9-2020 ના રોજ ઘરે કોઇ ના હોવાથી યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. જેમાં યુવતી સોની ગામે તેના માતા-પિતાને તે આવી પહોંચતા યુવતી સમગ્ર હકીકત…

Read More

સણાદર બનાસ ડેરી પાસે ડમ્પર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલક ને ટક્કર મારતા ઇજા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના સણાદર બનાસ ડેરી પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં બાઇક ચાલક ને વધુ સારવાર માટે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિયોદર સણાદર બનાસ ડેરી પાસે રૈયા તરફ થી આવતું બાઇક ચાલક ને દિયોદર થી રૈયા તરફ જઈ રહેલા ડમ્પર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલક ને ટક્કર મારતા બાઇક પર સવાર જ્યંતીભાઈ ચૌધરી ને માથા ના ભાગે ગંભીર ઇજા પોહચતા તાત્કાલિક સારવાર અર્થ ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાબતે ડમ્પર ચાલક ડમ્પર મૂકી…

Read More

શ્રીજી કોમ્પ્લેક્ષ માં પાઇપ નાખવા બાબતે ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ પર હુમલો ચાર ઈસમો સામે ફરિયાદ

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ખાતે શ્રીજી કોમ્પ્લેક્ષ માં અમર હોટલ નું કામકાજ ચાલી રહું છે. જેમાં પાઇપ નાખવા બાબતે ચાર ઈસમો એ ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ અને હોટલ ના વર્કિંગ પાર્ટનર ને ગડદા પાટું નો મારમારવામાં આવતા દિયોદર પોલીસ મથક ખાતે બે મહિલા અને બે પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શ્રી જી કોમ્પ્લેક્ષ માં અમર નામ ની હોટલ નું કામકાજ ચાલી રહું છે. જેમાં આ હોટલ ના કામકાજ નું દેખરેખ રાખતા અને ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ વર્કિંગ પાર્ટનર રાજેશભાઇ નાગજીભાઈ માજીરાણા જે હોટલ…

Read More

દિયોદર તાલુકાના સોની ગામમાંથી રાતભેર ગેરકાયદસર બેફામ દોડતા ઓવર લોડ વાહનો બંધ કરાવવા ગ્રામજનોની માંગ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના સોની ગામમાંથી રાતભેર ગેરકાયદસર બેફામ દોડતા ઓવર લોડ વાહનો બંધ કરાવવા ગ્રામજનોની માંગ પોલીસ નાના વાહન ચાલકો ને મેમો આપીને વાહનો ડીટેઇન કરીને દેખાવ કરતી હોય છે પરંતુ બનાસ નદીના પટમાંથી બેફામ દોડતા રેતી ભરેલી ઓવરલોડ ડમ્પરો નિયમનો ખુલ્લેઆમ ભંગ કરી ને ધજાગરા ઉડાડી રહ્યા છે તે તંત્રને કેમ કેમ દેખાતું નથી. તેવા સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરીને રાજસ્થાન તરફ લઇ જવામાં આવતા હોય છે. ડમ્પરચાલકો તંત્ર થી બચવા મોટા પ્રમાણ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ…

Read More